મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પાર્કમાં મિત્રો સાથે બોડી બિલ્ડર કરી રહ્યો હતો તાપણું, બદમાશોએ ધડાધડ ધરબી ગોળીઓ

દિલ્હીના કલ્યાણ પુરી વિસ્તારમાં ફાયરિંગ ઘટના સામે આવી. મળતી માહિતી અનુસાર, પાર્કમાં તાપણું ક

પાર્કમાં મિત્રો સાથે બોડી બિલ્ડર કરી રહ્યો હતો તાપણું, બદમાશોએ ધડાધડ ધરબી ગોળીઓ

દિલ્હીના કલ્યાણ પુરી વિસ્તારમાં ફાયરિંગ ઘટના સામે આવી. મળતી માહિતી અનુસાર, પાર્કમાં તાપણું કરીને કેટલાક મિત્રો સાથે બેઠા હતા. આ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ આવ્યો અને તેણે એક યુવકને ગોળી મારી દીધી. આ ઘટના બુધવારે રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ બની હતી. ગોળી વાગ્યા બાદ ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવકને 5 ગોળીઓ વાગી હતી.

ઈજાગ્રસ્ત યુવકની ઓળખ રવિ તરીકે થઈ છે, જે ત્રિલોકપુરીનો રહેવાસી છે. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે જેથી કરીને બદમાશોની ઓળખ થઈ શકે. નોંધનીય છે કે, ઈજાગ્રસ્ત યુવક રવિ બોડી બિલ્ડિંગનો શોખીન છે, જેમાં તેણે ઘણાં એવોર્ડ જીત્યા છે.

આ પણ વાંચો : રેપના આરોપીએ જેલમાંથી બહાર આવતા જ કરી પીડિતાની હત્યા, શબના ટુકડા કરી રસ્તા પર ફેક્યા

દિલ્હીમાં હત્યાની ઘટના વધી

અગાઉ 10મી ડિસેમ્બરે દિલ્હીના ન્યૂ અશોક નગરમાં એક વ્યક્તિએ અવૈધ સંબંધોની શંકામાં તેના પાડોશીની ચાકુ મારીને હત્યા કરી હતી. આરોપીને શંકા છે કે પીડિતાના તેની પત્ની સાથે અનૈતિક સંબંધ છે. આ ઘટના સોમવારે રાત્રે બની હતી. મૃતકની ઓળખ ઉત્તર પ્રદેશના સુલતાનપુરના રહેવાસી રામ (33) તરીકે થઈ છે.

આ સમાચાર શેર કરો