મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ગંગા નદીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બોટ પલટી, બોટમાં 17 લોકો હતા સવાર

બિહારમાં ગંગા નદીમાં એક દુર્ઘટના સર્જાઈ છે. ઉમાનાથ ગંગા ઘાટ પર રવિવારે શ્રદ્ધાળુઓથી ભરેલી બોટ પલટી ગઈ હતી. આ બોટમાં સવાર

VIDEO: ગંગા નદીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બોટ પલટી, બોટમાં 17 લોકો હતા સવાર

બિહારમાં ગંગા નદીમાં એક દુર્ઘટના સર્જાઈ છે. ઉમાનાથ ગંગા ઘાટ પર રવિવારે શ્રદ્ધાળુઓથી ભરેલી બોટ પલટી ગઈ હતી. આ બોટમાં સવાર કેટલાક લોકો તરીને બહાર આવી ગયા છે જ્યારે કેટલાક લોકો હજુ પણ લાપતા છે. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લાપતા લોકોની શોધખોળ કરી રહી છે. 

SDRF ટીમે બચાવ કામગીરી શરૂ કરી

બોટમાં લગભગ 17 લોકો સવાર હતા. જે પૈકી 11 લોકો સુરક્ષિત છે. જ્યારે 6 લોકો લાપતા છે. વહીવટીતંત્રે SDRF ટીમ સાથે મળીને ઝડપી બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

બેદરકારી જણાશે તો બોટ માલિક સામે કડક કાર્યવાહી કરાશે - એસડીએમ 

ઘટનાની જાણકારી મળતા જ એસડીએમ શુભમ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે SDRFની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. ગંગામાં સ્નાન કરવા ઉમટેલા શ્રદ્ધાળુઓ માટે વહીવટી તંત્રએ ખાસ તૈયારીઓ કરી હતી. પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઉંડા પાણીમાં ન જવાની કડક સૂચના આપવામાં આવી હતી. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે બોટમાં બેઠેલા શ્રદ્ધાળુઓને લાઈફ જેકેટ જેવા સુરક્ષા સાધનો આપવામાં આવ્યા હતા કે નહીં. જો આવી બેદરકારી જણાશે તો બોટ માલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો