છત્તીસગઢમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, ધમાકામાં 10થી 12 લોકોના મોતની આશંકા
છત્તીસગઢના બેમેટારા જિલ્લામાં એક ફટાકડા ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં 10થી 12 લોકોના મોત થયા હો

છત્તીસગઢના બેમેટારા જિલ્લામાં એક ફટાકડા ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં 10થી 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા છે અને કાટમાળમાં પણ અનેક લોકો દટાયા હોવાની આશંકા છે. આ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના જિલ્લાના બેરલા બ્લોકના બોરસીની છે.
મળતી માહિતી મુજબ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં આજુબાજુમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. બ્લાસ્ટ દુર્ઘટનામાં ઘાયલ થયેલા ઘણા લોકોને રાયપુરની મેકહારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય ઘણા લોકોને નજીકની હોસ્પિટલમાં પણ સારવાર આપવામાં આવી રહી છે.
બચાવ કાર્ય ચાલુ
ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં વિસ્તારમાં ભયનો માહોલ છે. જિલ્લા પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ સાથે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. મળતી માહિતી મુજબ બ્લાસ્ટ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે કેટલાય ફૂટ ઉપરના ઈલેક્ટ્રીક વાયર પ્રભાવિત થયા હતા.






