દિલ્હીની વાત: વાયનાડની ઉમેદવાર નવ્યા માટે ભાજપનો સોશિયલ મીડિયા પ્લાન
પ્રિયંકા ગાંધી સામે વાયનાડની બેઠક પરથી ભાજપે મહિલા નેતા નવ્યા હરિદાસને મેદાનમાં ઉતારી છે. સ્મૃતિ

પ્રિયંકા ગાંધી સામે વાયનાડની બેઠક પરથી ભાજપે મહિલા નેતા નવ્યા હરિદાસને મેદાનમાં ઉતારી છે. સ્મૃતિ ઈરાનીને ઉતારીને જંગ રસપ્રદ બનાવાશે એવી અટકળો ચાલતી હતી, પરંતુ ભાજપે યુવા ફેસ અને સોફ્ટવેર એન્જિનિયર રહી ચૂકેલી નવ્યા પર એટલે દાવ ખેલ્યો છે કે તે યંગ જનરેશનમાં પોપ્યુલર છે.
ભાજપે નવ્યા માટે દિલ્હીથી ખાસ પ્રચાર માટે વાયનાડ સોશિયલ મીડિયા ટીમ મોકલી છે. પ્રિયંકા સામે નવ્યાને એક સ્થાનિક, ભણેલી-ગણેલી યુવા મહિલા નેતા તરીકે પ્રોજેક્ટ કરીને ભાજપ યુવાનો માટે પાર્ટીમાં તક હોવાનો એક મેસેજ આપવા માગે છે. કેરળમાં ભાજપને ખાસ સફળતા મળતી નથી, પરંતુ નવ્યાને આગળ કરીને પાર્ટી યુવા મતદારોને સાધવા પ્રયાસ કરે છે.




