મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'મીસા, પહેલા તમારા પરિવારના કૌભાંડોને જુઓ...', PM મોદી અંગેના નિવેદન પર ફડણવીસ સહિત નેતાઓનો વળતો પ્રહાર

બિહારની પાટલીપુત્ર સીટ પરથી આરજેડી ઉમેદવાર અને લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતી વડા

'મીસા, પહેલા તમારા પરિવારના કૌભાંડોને જુઓ...', PM મોદી અંગેના નિવેદન પર ફડણવીસ સહિત નેતાઓનો વળતો પ્રહાર

બિહારની પાટલીપુત્ર સીટ પરથી આરજેડી ઉમેદવાર અને લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને આપેલા નિવેદન બાદ વિવાદમાં ફસાઈ છે. એક તરફ ભાજપના નેતાઓ તેમને ઘેરી રહ્યા છે તો બીજી તરફ વિપક્ષના નેતાઓ તેમના સમર્થનમાં સામે આવ્યા છે.

મીસા ભારતીએ કહ્યું હતું કે, જો INDIA ગઠબંધન સત્તામાં આવશે તો પીએમ મોદી સહિત ભાજપના ઘણા નેતાઓ જેલમાં હશે. જે અંગે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ આરજેડી નેતા પર ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે, પહેલા પોતાના પરિવારના કૌભાંડોને જોવા જોઈએ. ફડણવીસે કહ્યું કે, જેનો આખો પરિવાર જ આટલા બધા કૌભાંડોમાં અટવાયેલો છે, તો આવી વાતો કરીને લોકશાહીની મજાક ઉડાવવી જોઈએ નહીં.

શાહનવાઝ હુસૈને કહ્યું કે, મીસા ભારતીએ પોતાની ચિંતા કરવી જોઈએ. આ વખતે પણ આરજેડીને શૂન્ય બેઠકો મળશે. અમે 40માંથી 40 સીટો જીતીશું. મોદી ફરી પીએમ બનશે. વિપક્ષ મોદીને જ ધમકી આપી શકે છે. આ લોકો છંછેડાઈ ગયા છે. એમને છોડો. 
 
મીસા ભારતીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, તેઓ 2029 સુધી તો સત્તામાં નહીં આવી શકે, પરંતુ આગળનું આગળ જોઈશું. તેમણે પહેલા જણાવવું જોઈએ કે, તેમણે તેમના કાર્યકાળ દરમિયાન કેટલા કૌભાંડો કર્યા છે.

શત્રુઘ્ન સિંહાએ કહ્યું- ભાજપ હતાશ થઈ ગઈ 
 
ટીએમસી નેતા અને આસનસોલના સાંસદ શત્રુઘ્ન સિંહા અને VIP લીડર મુકેશ સાહનીએ મીસા ભારતીને સમર્થન આપ્યું છે. શત્રુઘ્ને કહ્યું, ભાજપ અને એનડીએમાં હતાશા જોવા મળી રહી છે. ઈન્ડિયા એલાયન્સમાં આક્રમકતા જોવા મળી છે. ભાજપ ઈરિટેટ થઈ રહી છે તેનો જવાબ આક્રમકતાથી જ આપી શકાય છે.

મીસા ભારતીના સમર્થનમાં મુકેશ સાહનીએ કહ્યું કે, તે આવનારા સમયમાં આ લોકોને જોઈ લઈશું. મલ્લાહના પુત્રે કહ્યું કે, ભાજપ ભ્રષ્ટ છે. ભાજપે ચૂંટણી બોન્ડ દ્વારા લોકો પાસેથી પૈસા પડાવી લીધા છે. મોદી માત્ર મંચ પરથી વિપક્ષને ગાળો આપી શકે છે. લોકોના વિકાસની વાતો નથી કરતા. આ લોકો ખોટા કામો કરી રહ્યા છે. બદલાની ભાવનાથી ભાજપ જે કામ કરી રહી છે તો આવનારા સમયમાં આ લોકોને જોઈ લેશે. આ લોકો સાથે ન્યાય કરવામાં આવશે.  

મીસા ભારતીએ આપ્યું હતું આ નિવેદન

હકીકતમાં બિહાર પહોંચેલા પીએમ મોદીએ ઈન્ડિયા બ્લોક પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો હતો. આના જવાબમાં મીસા ભારતીએ કહ્યું, "INDIA ગઠબંધન 30 લાખ નોકરીઓ પ્રદાન કરી રહ્યું છે, તેઓ તેમાં તુષ્ટિકરણ જોઈ રહ્યા છે. અમે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહ્યા છીએ, MSP લાગુ કરવાની વાત કરી રહ્યા છે. શું તે તુષ્ટિકરણ છે? પુત્ર માટે વોટ માગવા ગયા હતા. કેમ પરિવારવાદ પર બોલતા નથી? શું વડાપ્રધાનનું મોઢું બંધ થઈ ગયું? ચૂંટણી બોન્ડ પર કોણ જવાબ આપશે?'

પાટલીપુત્રથી આરજેડી ઉમેદવાર મીસા ભારતીએ વધુમાં કહ્યું કે, "જ્યારે તેઓ (પીએમ) આવે છે, ત્યારે તેઓ અમારા પરિવાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે, શું તમે જાણો છો કે કેટલો મોટો ભ્રષ્ટાચાર છે? જો દેશની જનતાએ અમને INDIA ગઠબંધનની તક આપી, તો પછી વડાપ્રધાનથી માંડીને ભાજપના તમામ નેતાઓને જેલમાં બંધ હશે.

આ સમાચાર શેર કરો