BJP મહિલા નેતાને ખેંચી, નિર્વસ્ત્ર કરી માર્યો માર, પશ્ચિમ બંગાળમાં નવી રાજકીય બબાલ
પશ્ચિમ બંગાળમાં વધુ એક મહિલા સાથે બર્બરતાની ઘટના સામે આવી છે. આ મહિલા ભાજપના લઘુમતી મોરચાની ઉપાધ્યક્

પશ્ચિમ બંગાળમાં વધુ એક મહિલા સાથે બર્બરતાની ઘટના સામે આવી છે. આ મહિલા ભાજપના લઘુમતી મોરચાની ઉપાધ્યક્ષ છે.ઘટનાને લઇ ફરી એકવાર રાજકીય હંગામો શરુ થઇ ગયો છે. ભાજપે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને પત્ર લખીને ઘટનાની તપાસ માટે તેની ટીમ રાજ્યમાં મોકલવા જણાવ્યું છે. સાથે જ ટીએમસીએ ભાજપ પર સંકીર્ણ રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસનું કહેવું છે કે ખોટી માહિતી આપીને મામલાને સાંપ્રદાયિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે તે પારિવારિક વિવાદ હતો.
પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદને કારણે પડોશીઓએ તેમની પુત્રી પર હુમલો કર્યો હતો. પાડોશી સાથે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પીડિતાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મારી પુત્રી સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. આ પછી, તેઓએ તેને વાળ પકડી ખેંચી, તેને નિર્વસ્ત્ર કરી અને માર માર્યો. આ પછી તેને ધમકી આપીને રસ્તા પર છોડી દીધી હતી. તેમણે પોતાની ફરિયાદમાં કોઈ રાજકીય પક્ષનું નામ લીધું નથી. જોકે, બાદમાં તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે તેમની પુત્રી પર હુમલો કરવામાં આવ્યો હતો કારણ કે તે ભાજપની કાર્યકર હતી.
ટીએમસી મહિલાઓએ તેને નિર્વસ્ત્ર કરીને પાણીમાં ડુબાડવાનો પ્રયાસ કર્યો
કૂચ બિહારની એમજેએન હોસ્પિટલમાં પીડિતાએ જણાવ્યું કે ટીએમસી મહિલાઓએ તેને નિર્વસ્ત્ર કરીને પાણીમાં ડુબાડવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે જો તે ટીએમસીમાં નહીં જોડાય તો તેને વધુ હેરાન કરવામાં આવશે. જ્યારે હું બેભાન થઈ ગઈ ત્યારે મને મુક્ત કરવામાં આવી. તેઓ ચોથી જૂનથી મને નિશાન બનાવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે ત્રણ મહિલાઓ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાના બનેવીની પણ પણ ફોટોગ્રાફ લેવા અને અફવા ફેલાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે કહ્યું કે, એવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે મહિલાને નિર્વસ્ત્ર કરીને મારવામાં આવી હતી અને તેની પાછળ રાજકીય હેતુ હતો. ઘટનાને સાંપ્રદાયિક અને રાજકીય રંગ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે. પોલીસે જણાવ્યું કે પીડિતા અને ગામની મહિલાઓ વચ્ચે અગાઉ કોઈ વિવાદના કારણે ઝઘડો થયો હતો. મારામારીના કારણે પીડિતાના કપડા ફાટી ગયા હતા.
આ પ્રકારની ઘટના સંસ્કારી સમાજમાં કલંક સમાન
ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, આ પ્રકારની ઘટના સંસ્કારી સમાજમાં કલંક સમાન છે. સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં એસપીની દરમિયાનગીરી બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે પીડિતાના એક સંબંધીની ધરપકડ કરી જેનું નામ એફઆઈઆરમાં નથી. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી શશિ પંજાએ કહ્યું કે ભાજપે રાજનીતિનો આશરો લીધો છે. પશ્ચિમ બંગાળના લોકોએ તેમને નકારી દીધા છે. તેઓએ એવી રાજનીતિ કરવી જોઈએ જેનાથી રાજ્યને ફાયદો થાય.








