મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'મારા રહેતા ભાજપ બિહારમાં સરકાર બનાવી શકશે નહીં',  લાલુ પ્રસાદના આ નિવેદન પર હોબાળો

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ, ભારતીય જનતા પાર્ટી હવે બિ

'મારા રહેતા ભાજપ બિહારમાં સરકાર બનાવી શકશે નહીં',  લાલુ પ્રસાદના આ નિવેદન પર હોબાળો

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ, ભારતીય જનતા પાર્ટી હવે બિહાર ચૂંટણી પર નજર રાખી રહી છે. આ વર્ષના અંત સુધીમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. દિલ્હી ચૂંટણીને લઈને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, 'મારા રહેતા ભાજપ કેવી રીતે સરકાર બનાવી લેશે?'

'જનતા હવે ભાજપને ઓળખી ગઈ છે'

મીડિયા સાથેની વાતચીતમાં તેમને પૂછવામાં આવ્યું કે શું દિલ્હી ચૂંટણીના પરિણામો બિહાર વિધાનસભા ચૂંટણી પર અસર કરશે? તો આના જવાબમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમોએ જણાવ્યું હતું કે, 'કોઈ અસર થશે નહીં. હવે ભાજપ જઈ રહ્યું છે. બિહારમાં ભાજપ સરકાર કેવી રીતે બનાવી શકે છે. શું ભાજપ તેમના નેતૃત્વમાં સરકાર બનાવી શકશે? જનતા હવે ભાજપને ઓળખી ગઈ છે.'

દિલ્હીની ચૂંટણીની બિહાર પર કોઈ અસર નહીં પડે

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં 27 વર્ષ પછી ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)એ 70 માંથી 48 બેઠકો પર પ્રચંડ વિજય મેળવીને આમ આદમી પાર્ટી (AAP) ને સત્તામાંથી બહાર કરી દીધી. AAP 22 બેઠકો પર સમેટાઈ ગઈ અને કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલી શકી નહીં. દિલ્હીમાં મળેલી જીતથી ઉત્સાહિત ભાજપ હવે બિહાર ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે તૈયાર છે.

બિહારમાં ભાજપ અને નીતિશ કુમારની પાર્ટી જેડીયુ વચ્ચે ગઠબંધન છે. બંને પક્ષો સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે આ વખતે NAD નીતિશ કુમારના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી લડશે. જો કે,  લાલુ પ્રસાદ યાદવનું કહેવું છે કે,'દિલ્હીની ચૂંટણીની બિહાર પર કોઈ અસર નહીં પડે.'

આ સમાચાર શેર કરો