લાઇટ શો...8-10 હજાર મહેમાન, ચૂંટણીના પરિણામ પહેલા ભાજપે તૈયારીઓ શરૂ કરી
લોકસભા ચૂંટણીના પરિણામ 4 જૂને આવશે પરંતુ એક્ઝિટ પોલ બાદથી જ ભાજપે વિજયની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ એ

લોકસભા ચૂંટણીના પરિણામ 4 જૂને આવશે પરંતુ એક્ઝિટ પોલ બાદથી જ ભાજપે વિજયની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ એક પોલિટિકલ ઇવેન્ટ આયોજિત કરશે. સૂત્રોએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારંભની તૈયારી ગત અઠવાડિયાથી શરૂ થઇ ગઇ હતી. સૂત્રો અનુસાર કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ (CPWD) આ આયોજન પર પહેલાથી જ કામ કરી રહ્યું છે.
સાંસદો માટે વ્યવસ્થા કરી રહ્યું છે વિભાગ
સૂત્રોએ કહ્યું કે આ વચ્ચે લોકસભા સચિવાલય દેશભરના ચૂંટાયેલા સાંસદોની યાત્રા,એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન જેવા સેન્ટર પર આગમન અને પાટનગરમાં તેમના રોકાવાની સુવિધા માટે તૈયારી કરી રહ્યું છે.
સૂત્રોએ કહ્યું કે રાજકીય કાર્યક્રમ ઓફિશિયલ શપથ ગ્રહણના દિવસે ભારત મંડપમ અથવા કર્તવ્ય પથ પર આયોજિત થવાની સંભાવના છે જેમાં લેજર લાઇટ શોની સાથે 'ભારતના સાંસ્કૃતિક વારસા'ને પ્રદર્શિત કરવામાં આવશે જેમાં 8 હજારથી 10 હજાર લોકોના ભાગ લેવાની સંભાવના છે.
સુત્રો અનુસાર, શપથ ગ્રહણ સમારંભ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમની યોજનાને અંતિમ રૂપ આપવામાં આવ્યું નથી પણ આ 9 જૂને યોજાઇ શકે છે. 2019માં પરિણામ જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રી મંડળ સાથે 30 મેએ શપથ લીધા હતા.
મહત્ત્વપૂર્ણ છે કે ગરમીને જોતા આ કાર્યક્રમ ભારત મંડપમ અથવા યશોભૂમિ જેવા ઇનડોર સેન્ટરમાં આયોજિત થવાની સંભાવના છે. ભારત મંડપમમાં ગત વર્ષે G20 શિખર સમ્મેલનનું આયોજન થયું હતું અને આ સાથે જ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પણ મળી હતી.








