જમ્મુ-કાશ્મીર: ભાજપે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર રૈનાને આ બેઠક પરથી મળી ટિકિટ
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સોમવારે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. ચોથી યાદીમાં

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સોમવારે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. ચોથી યાદીમાં ભાજપે 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર રૈનાને ટિકિટ આપી છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. પાર્ટીએ નૌશેરાથી પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાને મેદાનમાં ઉતાર્યા છે. આ વિધાનસભા સીટ જમ્મુ ડિવિઝનમાં આવે છે. આ સાથે પાર્ટીએ અત્યાર સુધીમાં 51 ઉમેદવારોની જાહેરાત કરી છે.
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન
જમ્મુ-કાશ્મીરમાં 90 બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન થશે. 18 સપ્ટેમ્બરે પ્રથમ અને 25 સપ્ટેમ્બરે બીજા અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. પરિણામ 4 ઓક્ટોબર 2024ના રોજ આવશે. જીત માટે બહુમતનો આંકડો 46 છે.







