કાશ્મીરની 28 સીટો છોડીને ભાજપે ખેલ્યો મોટો દાવ, શાહ- નડ્ડાની શું છે વ્યૂહરચના
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષોની રણનીતિ લગભગ જાહેર થઈ ગઈ છે. આ વખતે ભાજપે નવી રણનીતિ ત

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષોની રણનીતિ લગભગ જાહેર થઈ ગઈ છે. આ વખતે ભાજપે નવી રણનીતિ તૈયાર કરતા પાર્ટીએ સંપૂર્ણ રીતે જમ્મુ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જ્યારે ખીણમાં અપક્ષો અને સ્થાનિક પક્ષોને પરોક્ષ સમર્થનની વ્યૂહરચના અપનાવી રહી છે. કાશ્મીર ખીણની 47 બેઠકોમાંથી, ભાજપે માત્ર 19 પર ઉમેદવારો ઉભા રાખ્યા છે અને 28 બેઠકો ખાલી રાખી છે.
કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધન સાથે સ્પર્ધા
જમ્મુ પ્રદેશની તમામ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર થતાં બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. જમ્મુમાં ભાજપની મુખ્ય સ્પર્ધા કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધન સાથે છે. ભાજપ આ પ્રદેશની 43 બેઠકો પર ગત વખત કરતા વધુ બેઠકો જીતવા માંગે છે. જો કે, ટીકીટની વહેંચણી મુદ્દે જે રીતે બબાલ થઈ તેનાથી ભાજપની નેતાગીરી ચિંતિત છે. ભાજપે આ પ્રદેશની તમામ 43 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, પરંતુ ઘણા મોટા નેતાઓની ટિકિટો રદ થતાં બળવો કરીને ચૂંટણી પણ લડી છે.
કાશ્મીરની 19 બેઠકો પર જ ઉમેદવારો ઉભા રાખ્યા
ભાજપની વાસ્તવિક રણનીતિ કાશ્મીર ખીણને લઈને છે, અહીં તેની જીતની શક્યતાઓ ઘણી ઓછી છે. ભાજપે ઘાટીની 47 બેઠકોમાંથી માત્ર 19 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જેમાં દક્ષિણ કાશ્મીરની 16માંથી 8 બેઠકો, મધ્ય કાશ્મીરની 15માંથી 6 બેઠકો અને ઉત્તર કાશ્મીરની 16માંથી 5 બેઠકો માટે ઉમેદવારોનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપની રણનીતિ અહીં અપક્ષ અને સ્થાનિક પક્ષોના ઉમેદવારો પર નિર્ભર છે, જેઓ કોંગ્રેસ-એનસી ગઠબંધન અને પીડીપી સામે ચૂંટણી લડી રહ્યા છે. જો કે આ વિસ્તારમાં ભાજપે જેમને તૈયાર કર્યા તેઓ આનાથી નારાજ છે. રામ માધવને આરએસએસમાંથી ભાજપમાં ચૂંટણી પ્રભારી તરીકે પાછા બોલાવ્યા બાદ પાર્ટીએ આ વ્યૂહરચના લાગુ કરવાનું શરૂ કરી દીધું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં જેલમાંથી બહાર આવેલા એન્જિનિયર રશીદની અવામી ઇત્તિહાદ પાર્ટીના ઉમેદવારો સજ્જાદ લોન, અલ્તાફ બુખારી અને ગુલામ નબી આઝાદ ઘાટીની ઘણી બેઠકો પર અસરકારક સાબિત થઈ શકે છે. આ સિવાય ભાજપ પણ ઘણા અપક્ષ ઉમેદવારોને આડકતરી રીતે મદદ કરી રહી બેકગ્રાઉન્ડ સપોર્ટ કરી રહી છે. ભાજપનો પ્રયાસ એવા ઉમેદવારો દ્વારા ખીણની ઓછામાં ઓછી અડધી બેઠકો પર વિજય સુનિશ્ચિત કરવાનો છે જેઓ બાદમાં ભાજપ સાથે સીધી કે આડકતરી રીતે સમર્થન આપીને રાજ્યમાં નવી સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી શકે.







