દુ:ખદ : લોકસભા ચૂંટણી વચ્ચે ભાજપના વધુ એક સાંસદનું નિધન
એક તરફ લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપના ચામરાઝનગરના

એક તરફ લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપના ચામરાઝનગરના વર્તમાન સાંસદ શ્રીનિવાસ પ્રસાદનું નિધન થયું છે. બેંગ્લોરની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ચાર દિવસથી આઈસીયુમાં હતા.
કર્ણાટકના ચામરાજનગરના બીજેપી સાંસદ વી શ્રીનિવાસ પ્રસાદનું રવિવારે રાત્રે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં 76 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે આજે મૈસુરમાં તેમના જયલક્ષ્મીપુરમ નિવાસસ્થાને લાવવામાં આવશે. શ્રીનિવાસ ચામરાજનગરથી 7 વખત સાંસદ અને નંજનગુડથી 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે તાજેતરમાં ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
ભાજપે આ વખતે પૂર્વ ધારાસભ્ય એસ. બાલારાઝને ટિકિટ આપી
ભાજપે આ વખતે લોકસભાની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય એસ. બાલારાઝને ટિકિટ આપી હતી. આ બેઠક પર બીજા તબક્કામાં મતદાન થઈ ગયું છે.
તાજેતરમાં સાંસદ રાજવીર દિલેરનું નિધન થયું હતું
આ અગાઉ ઉત્તર પ્રદેશની હાથરસ લોકસભા બેઠકના સાંસદ રાજવીર દિલેરનું હાર્ટએટેકથી નિધન થયું હતું. લોકસભા ચૂંટણી 2019માં તેમને ભાજપે ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા હતા. પરંતુ આ વખતે તેમને ટિકિટ અપાઈ ન હતી.








