મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ સત્તાનો નશો! MPમાં ભાજપના ધારાસભ્યના પુત્રએ થારથી 5 લોકોને કચડ્યા, મદદ કરવાને બદલે ઘાયલો પર જ જમાવી ધાક

શિવપુરી, મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ભાજપના એક ધારાસભ્યના પુત્રની ગુંડા

શિવપુરી, મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ભાજપના એક ધારાસભ્યના પુત્રની ગુંડાગીરી સામે આવી છે. પિછોર વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રીતમ સિંહ લોધીના પુત્ર દિનેશ લોધીએ પોતાની લક્ઝરી 'થાર' કારથી 5 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત બાદ ઘાયલોની મદદ કરવાને બદલે ધારાસભ્યનો પુત્ર તેમની સાથે દલીલ કરતો અને ધમકાવતો કેમેરામાં કેદ થયો છે.

શું છે સમગ્ર ઘટના?

ઘટના ગુરુવારે સવારે આશરે 7:30 વાગ્યે કરૈરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. દતિયા જિલ્લાના રહેવાસી સંજય પરિહાર પોતાના સાથીઓ આશિષ અને અંશુલ સાથે બાઇક પર મજૂરી કરવા જઈ રહ્યા હતા. તેમની આગળ સીતા વર્મા અને પૂજા સોની નામની બે મહિલાઓ ચાલતી જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી થાર કારે પાંચેય લોકોને જોરદાર ટક્કર મારી હતી.

'સાયરન વગાડ્યું તો રસ્તા પરથી કેમ ન હટ્યા?'

અકસ્માત બાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં આરોપી દિનેશ લોધી ઘાયલ લોકો પર જ દોષારોપણ કરી રહ્યો છે. વીડિયોમાં તે કહેતો સંભળાય છે કે, "મેં સાયરન અને હોર્ન વગાડ્યા હતા, તો તમે લોકો રસ્તા પરથી કેમ ન હટ્યા? હું સવારે જિમ જવા નીકળ્યો હતો." ધારાસભ્યના પુત્રની આ નિર્લજ્જતા જોઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગાડી પર લખ્યું હતું 'MLA'

ભોગ બનનારા લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જનાર થાર કાર પર આગળ 'પ્રીતમ લોધી' અને પાછળના ભાગે મોટા અક્ષરે 'MLA' લખેલું હતું. આના પરથી સ્પષ્ટ થાય છે કે ધારાસભ્યના પુત્ર હોવાના નાતે તે રસ્તા પર અન્ય લોકોના જીવ જોખમમાં મૂકીને ગાડી ચલાવી રહ્યો હતો.

આ સમાચાર શેર કરો