Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : One driver's nap and 3 lives lost! Ahmedabad bus accident in Kota

ડ્રાઈવરની એક ઝપકી અને 3 જીંદગી હોમાઈ! કોટામાં અમદાવાદની બસનો ગમખ્વાર અકસ્માત

Timeછેલ્લું અપડેટ : 16 Apr 2026
લાઇવ ટીવીGoogle News
ડ્રાઈવરની એક ઝપકી અને 3 જીંદગી હોમાઈ! કોટામાં અમદાવાદની બસનો ગમખ્વાર અકસ્માત
સોર્સ : GSTV

કોટા (રાજસ્થાન): રાજસ્થાનના કોટામાં નેશનલ હાઈવે-27 પર બુધવારે રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી મધ્યપ્રદેશ જતી એક તેજ રફ્તાર સ્લીપર કોચ બસ અનિયંત્રિત થઈને પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે 35 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

App Store

ડિવાઈડર કૂદીને બીજી તરફ પલટી બસ

આ અકસ્માત કોટા બાયપાસ પર હરે કૃષ્ણ મંદિર પાસે રાત્રે અંદાજે 11:15 વાગ્યે થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બસની ગતિ એટલી તેજ હતી કે તે નાની પુલિયા સાથે અથડાઈને ડિવાઈડર ઓળંગી રસ્તાની બીજી બાજુ પલટી ગઈ હતી. આ દરમિયાન સામેથી આવતા એક ટ્રેલર સાથે ટક્કર થતા સહેજમાં બચી હતી, પરંતુ બસના કાચ તૂટતા ત્રણ મુસાફરો રસ્તા પર ફેંકાયા હતા અને ટ્રેલર નીચે કચડાઈ જવાથી તેમના મોત થયા હતા.

મુસાફરોની સ્થિતિ અને બચાવ કામગીરી

  • બસમાં સવાર મુસાફરો: અકસ્માત સમયે બસમાં કુલ 60 મુસાફરો સવાર હતા.

  • મૃતકોની ઓળખ: મૃતકોમાં ત્રણેય પુરુષો છે, જેમાંથી બેની ઓળખ નવીન અને ધર્મેન્દ્ર તરીકે થઈ છે.

  • બચાવ કાર્ય: પોલીસ અને અગ્નિશમન દળે કટરની મદદથી બસની બોડી કાપીને અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા.

  • સારવાર: તમામ 35 ઘાયલોને મેડિકલ કોલેજની નવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડ્રાઈવરની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ડ્રાઈવરની ઊંઘની ઝપકી બની કારણ?

પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ ડ્રાઈવરને ઊંઘનું જોકું આવી ગયું હોવાનું માનવામાં આવે છે. બસ અમદાવાદથી બપોરે 12 વાગ્યે રવાના થઈ હતી અને મધ્યપ્રદેશના ભીંડ-મુરૈના જઈ રહી હતી. લાંબા અંતરની મુસાફરીમાં થાકને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા છે.

અકસ્માતને પગલે નેશનલ હાઈવે-27 પર કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો, જેને ક્રેન દ્વારા બસ હટાવીને સુચારૂ કરવામાં આવ્યો હતો.