VIDEO: Vadodara / સયાજી હોસ્પિટલ પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, 20થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
સોર્સ : GSTV
વડોદરા શહેરના ભીમનાથ રોડ ત્રણ રસ્તા પાસે આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી સુરત જઈ રહી એસટી બસ અને પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માત સમયે બસમાં 20થી વધુ મુસાફરો સવાર હતા, જેમના જીવ જોખમમાં મુકાયા હતા.
મળતી માહિતી મુજબ, હિંમતનગર ડેપોની બસ મુસાફરોને લઈને સુરત તરફ જઈ રહી હતી. જ્યારે બસ સયાજી હોસ્પિટલ નજીક ભીમનાથ રોડ ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે એક ડમ્પર ચાલકે બસને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. ડમ્પરની ટક્કરને કારણે મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો અને ક્ષણભર માટે તમામના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

