Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : There is great discontent among grassroots workers over the selection of candidates

VIDEO: Vadodara / ભાજપના ગઢમાં આંતરિક વિખવાદ; ઉમેદવારની પસંદગી મુદ્દે પાયાના કાર્યકરોમાં ભારે નારાજગી

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ સત્તાધારી પક્ષ ભાજપ માટે પોતાના જ ગઢમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. વોર્ડ નંબર 10 માં ભાજપના ઉમેદવારની પસંદગીને લઈ પક્ષના જ અસંતુષ્ટો મેદાનમાં આવ્યા છે અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે.

App Store

વોર્ડ નંબર 10 ના વિવિધ વિસ્તારોમાં ભાજપ વિરોધી પોસ્ટરો લાગતા રાજકારણ ગરમાયું છે. આ પોસ્ટરોમાં ભાજપના ઉમેદવાર અવની સ્ટેમ્પવાળા પર નિશાન સાધવામાં આવ્યું છે.  "ભાજપના ઉમેદવાર યોગ્ય નથી" આ પ્રકારના લખાણ સાથેના પોસ્ટરો સોશિયલ મીડિયા અને રસ્તાઓ પર દેખાતા ભાજપનો આંતરિક અસંતોષ હવે જાહેરમાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, અવની સ્ટેમ્પવાળાને ટિકિટ આપવામાં આવતા સ્થાનિક મતદારો અને વર્ષોથી પક્ષ માટે કામ કરતા પાયાના કાર્યકરોમાં ભારે રોષ છે. વોર્ડ નંબર 10 માં શરૂ થયેલું આ 'પોસ્ટર વોર' ભાજપ માટે ચૂંટણીમાં નુકસાનકારક સાબિત થઈ શકે છે. સ્થાનિક સ્તરે પાયાના કાર્યકરોની નારાજગી જો દૂર કરવામાં નહીં આવે, તો મતદાનના દિવસે તેની સીધી અસર પડી શકે તેમ છે. હાલ તો આ પોસ્ટરોને કારણે સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓ જાગી છે.