Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Violent clash over trivial matter between 2 group during wedding ceremony

VIDEO: Vadodara / લગ્ન પ્રસંગ દરમિયાન નજીવી બાબતે હિંસક અથડામણ; બે જૂથો આમને-સામને આવી જતાં વિસ્તારમાં તણાવ

Timeછેલ્લું અપડેટ : 08 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરાના આજવા રોડ પર આવેલા એકતાનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે લગ્ન પ્રસંગ દરમિયાન મારામારીની ઘટના બની હતી. માત્ર પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતમાં શરૂ થયેલી તકરારે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. બે જૂથો વચ્ચે થયેલી આ મારામારીમાં તલવારો અને ડાંગ જેવા હથિયારો ઉછળતા સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો હતો.

App Store

મળતી માહિતી મુજબ, એકતાનગરમાં એક પરિવારમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. આ દરમિયાન રોડ પર પાણી ઢોળવા જેવી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે, આ વિવાદ ઉકેલાવાને બદલે વધુ વકર્યો હતો. ઉશ્કેરાયેલા કેટલાક શખ્સો હાથમાં તલવારો અને ડાંગ લઈને રસ્તા પર દોડી આવ્યા હતા, જેને કારણે ભય નું વાતાવરણ સર્જાયુ હતુ. 

આ હિંસક અથડામણમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ વડોદરા શહેર પોલીસનો કાફલો એકતાનગર ખાતે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ઘટનાને પગલે વિસ્તારમાં હજુ પણ ભારે તણાવ જોવા મળી રહ્યો છે. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.