'આર્ટિકલ 370ને ક્યારેય નહીં આવવા દઇએ', જમ્મુ કાશ્મીરમાં અમિત શાહે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યો
જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે સંકલ્પપત્ર જાહેર કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપનો મે

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે સંકલ્પપત્ર જાહેર કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે.
જમ્મુ કાશ્મીરમાં ભાજપના મેનિફેસ્ટોની મહત્ત્વની વાતો
- મા સમ્માન યોજના હેઠળ દરેક ઘરની સૌથી સીનિયર મહિલાને દર વર્ષે 18000 રૂપિયા આપવામાં આવશે.
- ઉજ્જવલામાં બે સિલિન્ડર મફત આપવામાં આવશે.
- કોલેજ વિદ્યાર્થીઓને દર વર્ષે 3 હજાર રૂપિયા આપવામાં આવશે.
- રાજૌરીને ટૂરિઝમ સ્પોટ બનાવવામાં આવશે.
- ડલ ઝીલનો વિશ્વ સ્તર પર વિકાસ કરવામાં આવશે.
- શ્રીનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવશે.
- IT હબની સ્થાપના કરવામાં આવશે.
- JKPSC-UPSC જેવી પરીક્ષાઓ માટે 2 વર્ષ માટે 10 હજાર રૂપિયાની કોચિંગ ફી
- ઉચ્ચ વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓને ટેબલેટ-લેપટોપ આપવામાં આવશે.
અમિત શાહે જાહેર કર્યો ભાજપનો સંકલ્પ પત્ર
જમ્મુ કાશ્મીર હંમેશાથી ભારતનો ભાગ છે અને રહેશે તેમાં કોઇ શંકા નથી. કેટલાક વર્ષ થઇ ગયા 2014 સુધી જમ્મુ કાશ્મીર પર હંમેશા અલગાવવાદ-આતંકવાદનો પડછાયો રહ્યો.2014થી લઇને 2024 સુધીનો કાલખંડ જ્યારે જમ્મુ કાશ્મીર અને ભારતનો ઇતિહાસ લખાશે ત્યારે સ્વર્ણિમ અક્ષરે આ દાયકો લખાશે.
આ 10 વર્ષમાં મેક્સિમમ ટેરેરિઝમની જગ્યાએ મેક્સિમમ ટુરિસ્ટ પર શિફ્ટ થયું છે. એક જમાનામાં આર્ટિકલ 370ના પડછાયામાં અલગાવવાદીઓની માંગો, હુર્રિયત જેવા સંગઠન અને હુર્રિયત જેવા સંગઠનો સામે નતમસ્તક થતી સરકારો જોઇ છે. આર્ટિકલ 370 અને આર્ટિકલ 35A આપણા બંધારણનો ભાગ નથી તેનો જમ્મુ કાશ્મીરની જનતાને આનંદ છે.
અમિત શાહે નેશનલ કોન્ફ્રેન્સના મેનિફેસ્ટોનો ઉલ્લેખ કર્યો હતો. NCના આર્ટિકલ 370ને લઇને એજન્ડાને કોંગ્રેસનું મૌન સમર્થન છે પણ આર્ટિકલ 370 હવે ઇતિહાસ બની ગયું છે. તે ક્યારેય પરત આવી શકતી નથી અને અમે તેને નહીં આવવા દઇએ.







