મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરિયાણા ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, સીએમ નાયબ સૈની લાડવાથી લડશે

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે બુધવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 67 ઉમેદવારોના નામ જાહેર કર્યા છ

હરિયાણા ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, સીએમ નાયબ સૈની લાડવાથી લડશે

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે બુધવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 67 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને લાડવાથી લડશે.  જ્યારે અનિલ વિજને અંબાલા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ગુહાના સીટ પરથી અરવિંદ શર્માને ટિકિટ મળી છે.

5 ઓક્ટોબરે મતદાન થશે

હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો માટે 5 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 8 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર થશે. અગાઉ રાજ્યમાં 1 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું હતું. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી સાથે 4 ઓક્ટોબરના રોજ પરિણામો જાહેર થવાના હતા. હવે બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે.

વિનેશની રાજનીતિમાં એન્ટ્રીથી શું થશે? 

વિનેશ ફોગાટની રાજકીય એન્ટ્રી હરિયાણાની રાજનીતિમાં મોટો બદલાવ આવશે. ખાપ પંચાયતો અને ખેડૂતો સાથેના તેમના મજબૂત સંબંધો તેને ચૂંટણીમાં મોટું સમર્થન અપાવશે. આગામી વિધાનસભા ચૂંટણીમાં વિનેશ ફોગાટની ભૂમિકા હરિયાણાના રાજકારણમાં મહત્ત્વનો વળાંક સાબિત થઈ શકે છે.

વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બર 2024ના રોજ સમાપ્ત થશે

હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બર 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ઓક્ટોબર 2019માં યોજાઈ હતી. ભાજપ પાસે 40 બેઠકો છે, કોંગ્રેસ પાસે 31 બેઠકો છે અને અપક્ષ/અન્ય પાસે 19 બેઠકો છે.

આ સમાચાર શેર કરો