મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'ભાજપના નેતા રૂપિયાની વહેંચણી કરી રહ્યા છે', દિલ્હી CM આતિશીએ લગાવ્યા આરોપ

દિલ્હી ચૂંટણી પહેલા રાજધાનીમાં કેશ કાંડના આરોપ પર રાજનીતિ ગરમાઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ

VIDEO: 'ભાજપના નેતા રૂપિયાની વહેંચણી કરી રહ્યા છે', દિલ્હી CM આતિશીએ લગાવ્યા આરોપ

દિલ્હી ચૂંટણી પહેલા રાજધાનીમાં કેશ કાંડના આરોપ પર રાજનીતિ ગરમાઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં બીજેપી નેતા પ્રવેશ વર્મા પર ગંભીર આરોપ લગાવ્યા છે. આતિશીએ કહ્યું કે, બીજેપી નવી દિલ્હી વિધાનસભામાં લોકોના વોટર કાર્ડ જોઈને પૈસા વહેંચી રહી છે. ભાજપ અને તેના નેતા પ્રવેશ વર્મા પૈસાની વહેંચણી કરતા રંગે હાથ ઝડપાયા છે.

આ પણ વાંચોઃ VIDEO: દિલ્હીના CM આતિશીની થઈ શકે છે ધરપકડ, કેજરીવાલે કર્યો મોટો દાવો

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ એક ફોટો જાહેર કરીને દાવો કર્યો છે કે, નવી દિલ્હી સ્થિત બીજેપી નેતા પરવેશ વર્માના સત્તાવાર નિવાસ સ્થાન 20 વિન્ડસર પ્લેસ પર મહિલાઓને 1100 રૂપિયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેથી ED-CBI અને દિલ્હી પોલીસે પરવેશ વર્માના ઘરે દરોડા પાડવા જોઈએ અને તાત્કાલિક પ્રવેશ વર્માની ધરપકડ કરવી જોઈએ.

આતિશીએ વધુમાં કહ્યું કે, 'પ્રવેશ વર્માને સાંસદ તરીકે મળેલા સરકારી બંગલામાં અલગ-અલગ ઝૂંપડપટ્ટીમાંથી મહિલા મતદારોને બોલાવવામાં આવ્યા હતા. તેમના મતદાર આઈડી તપાસ્યા પછી, એક ફોર્મ ભરવામાં આવ્યું અને દરેક મહિલાને એક પરબિડીયામાં 1100 રૂપિયા આપવામાં આવ્યા. 

આતિશીએ કહ્યું કે, 'આજે બીજેપી પૈસાની વહેંચણી કરતી વખતે રંગે હાથ પકડાઈ છે. હું ED, CBI અને દિલ્હી પોલીસને કહેવા માંગુ છું કે, પ્રવેશ વર્માના ઘરે કરોડો રૂપિયાની રોકડ પડી છે. અત્યારે જશો તો ભાજપની સચ્ચાઈ સમગ્ર દેશ સામે આવી જશે. 'હું ચૂંટણી પંચને કહું છું કે, પ્રવેશ વર્માની હવે ધરપકડ કરવામાં આવે. તેમના ઘરેથી તમને કરોડો રૂપિયાની રોકડ મળશે અને ભાજપનું સત્ય બહાર આવી જશે. અમે પ્રવેશ વર્માની ધરપકડની માંગ કરીએ છીએ.

પ્રવેશ વર્માએ કહ્યું, 'મારા પિતાએ રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થાની 25 વર્ષ પહેલા સ્થાપના કરી હતી. ગુજરાતમાં આવેલા બે ભૂકંપ આવ્યા તે પછી અમે ત્યાં બે ગામમાં 2 હજારથી વધુ મકાન બનાવ્યા. મારા પિતાએ ઓડિશામાં ચાર ગામોની સ્થાપના કરી હતી, જેનું ઉદ્ઘાટન તત્કાલિન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજીએ કર્યું હતું. કારગિલ યુદ્ધ બાદ તમામ શહીદોના પરિવારજનોને દિલ્હી બોલાવીને એક-એક લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. મારી સંસ્થા ઘણી જૂની છે, જેના દ્વારા અમે ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરીએ છીએ.

આ સમાચાર શેર કરો