હરિયાણા ચૂંટણી માટે ભાજપના આ 21 નામોની થઈ રહી છે ચર્ચા, મળી શકે છે ટિકિટ
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ દરમિયાન કેટલાક એવા ચહેર

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ દરમિયાન કેટલાક એવા ચહેરાઓ છે જેમના નામની ચર્ચા થઈ રહી છે. જેમને પ્રથમ યાદીમાં ઉમેદવાર તરીકે તક આપવામાં આવી શકે છે. આમાં કેટલાક પૂર્વ મંત્રીઓ પણ સામેલ છે. આ 21 નેતાઓને ટિકિટ મળવાની સંભાવના છે. હાલમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં પણ આ નામોની ચર્ચા થઈ હોવાનું કહેવાય છે.
જણાવી દઈએ કે, હરિયાણામાં હાલ ભાજપની સરકાર છે. તે ફરી વખત રિપિટ થવાના તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે 90 વિધાનસભા બેઠક માટે એવા ચહેરાઓ પર પણ દાવ લગાવવા માંગે છે. જેમના પર અગાઉ પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ચાલો એવા ક્યા નામની ચર્ચા થઈ રહી છે જેમને પ્રથમ યાદીમાં તક આપવામાં આવી શકે છે.
ભાજપના આ સંભવિત ચહેરાઓને ટિકિટ મળી શકે
ફરીદાબાદ જૂનાથી વિપુલ ગોયલ
તિગાંવથી રાજેશ નગર
પૃથલાથી દીપક ડાગર
વલ્લભગઢથી મૂળચંદ શર્મા
હોડલથી હરેન્દ્ર રામ રતન
પલવલથી ગૌરવ ગૌતમ
સોહનાથી તેજપાલ તંવર
એટેલીથી આરતી રાવ
રેવાડીથી મંજુ યાદવ
બાવલથી સંજય મહેરા
નાંગલથી ચૌધરી અભય સિંહ યાદવ
લાડવાથી નાયબ સિંહ સૈની
અંબાલા કેન્ટથી અનિલ વિજ
અંબાલા શહેરના અસીમ ગોયલ
થાનેસરથી સુભાષ સુધા
જીંદથી મહિપાલ ડાંડા
પાણીપતથી પ્રમોદ વિજ
જીંદથી કૃષ્ણ મિદ્દા
લોહારુથી જેપી દલાલ
તોશામથી શ્રુતિ ચૌધરી
જગાધરીથી કંવર પાલ ગુર્જર






