મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન રાજ્યસભામાં જશે, BJP એ જાહેર કર્યા 9 ઉમેદવારોના નામ

આગામી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.રાજ્ય સભા માટે 9

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન રાજ્યસભામાં જશે, BJP એ જાહેર કર્યા 9 ઉમેદવારોના નામ

આગામી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.રાજ્ય સભા માટે 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા તેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિનને બિહારથી રાજ્યસભામાં મોકલી રહ્યા છે. તેમની સાથે બિહારમાંથી શિવેશ કુમારનું નામ જાહેર કર્યું છે.

આસામથી તેરાશ ગોવાલા, જોગેન મોહનના નામ સામે આવ્યા છે. છત્તીસગઢથી લક્ષ્મી વર્માને રાજ્યસભા સાંસદ બનાવી રહ્યા છે. તો હરિયાણાથી સંજય ભાટિયા, ઓડિશાથી મનમોહન સમાલ, સુજીત કુમાર અને પશ્ચિમ બંગાળથી રાહુલ સિંહા એમ કૂલ 9 ઉમેદવારોના નામ બીજેપી દ્વારા જાહેર કરાયા છે.

આ સમાચાર શેર કરો