મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરિયાણામાં ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, વિનેશ ફોગાટ સામે આ દિગ્ગજને ઉતાર્યા મેદાનમાં

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોનું બીજું લીસ્ટ જાહેર કરી દીધું છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા

હરિયાણામાં ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, વિનેશ ફોગાટ સામે આ દિગ્ગજને ઉતાર્યા મેદાનમાં

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોનું બીજું લીસ્ટ જાહેર કરી દીધું છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા આ લિસ્ટમાં કુલ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ અગાઉ બીજેપીએ પોતાના પહેલા લીસ્ટમાં 67 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ગનૌરથી હાલના ભાજપના ધારાસભ્ય નિર્મલ રાનીની ટિકિટ કાપી છે. તેમની જગ્યાએ દેવેન્દ્ર કૌશિકને ટિકિટ આપવામાં આવી છે. વિનેશ ફોગાટની વિરુદ્ધ કેપ્ટન વૈરાગીને મેદાનમાં ઉતાર્યા છે. 

બીજેપીના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલીને રાય બેઠક પરથી ટિકિટ આપવામાં આવી નથી, તેમના બદલે કૃષ્ણા ગેહલાવતને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બિમલા ચૌધરીને પટૌડીના વર્તમાન ભાજપના ધારાસભ્ય સત્ય પ્રકાશની અવગણના કરીને ટિકિટ મળી છે.

ભાજપે હરિયાણાની 90માંથી 88 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. પ્રથમ યાદીમાં 67 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. બીજી યાદીમાં 21 ઉમેદવારો જાહેર કર્યા છે પરંતુ હજુ બે બેઠકો પર નામની સહમતિ ન સધાતાં જાહેરાત થવાની બાકી છે.

ભાજપે તેની બીજી યાદીમાં છ ધારાસભ્યોને પડતા મુક્યા છે, જેમાં નિર્મલ રાની, મોહન બડોલી, સત્ય પ્રકાશ, સીમા ત્રિખા, પ્રવીણ ડાગર અને જગદીશ નાયરના નામ સામેલ છે.

આ ઉપરાંત બધકલથી ભાજપના વર્તમાન ધારાસભ્ય સીમા ત્રિખાની ટિકિટ કાપીને તેમના સ્થાને ધનેશ અધલખા બધકલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો