મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઉત્તર પ્રદેશ પેટા ચૂંટણી માટે 7 બેઠકો પર ભાજપે ઉમેદવાર કર્યા જાહેર

ઉત્તર પ્રદેશમાં 9 વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે યોજાનાર પેટા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદ

ઉત્તર પ્રદેશ પેટા ચૂંટણી માટે 7 બેઠકો પર ભાજપે ઉમેદવાર કર્યા જાહેર

ઉત્તર પ્રદેશમાં 9 વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે યોજાનાર પેટા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.ભાજપે સાત બેઠકો પર ઉમેદવાર ઉતારી દીધા છે. 

ભાજપે ગાઝિયાબાદથી સંજીવ શર્મા, કરહલથી અનુજેશ યાદવ, કુંદરકી રામવીર ઠાકુર, ખૈરથી સુરેન્દ્ર દિલેર, ફૂલપુરથી દીપક પટેલ, કટેહરીથી ધર્મરાજ નિષાદને ટિકિટ આપી છે.

મહત્ત્વપૂર્ણ છે કે યુપી ભાજપ તરફથી પેટા ચૂંટણી માટે દરેક બેઠક માટે ત્રણ-ત્રણ નામની પેનલ ભાજપ હાઇકમાનને મોકલવામાં આવી હતી. તે બાદ કેન્દ્રીય નેતૃત્ત્વએ નિર્ણય લીધો હતો અને ફાઇનલ યાદી જાહેર કરી દીધી છે.

પેટા ચૂંટણી માટે નોમિનેશન ભરવાની અંતિમ તારીખ 25 ઓક્ટોબર છે. અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ સાત બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી છે. સપાએ પોતાના પીડીએ ફોર્મૂલા પર ફોકસ કર્યું છે. બસપા પ્રમુખે પેટા ચૂંટણી માટે મોટાભાગની બેઠક પર વિધાનસભા પ્રભારી જાહેર કરી રાખ્યા છે.

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની 10 બેઠક ખાલી છે. જોકે ચૂંટણી પંચે હજુ સુધી અયોધ્યાની મિલ્કીપુર બેઠક છોડીને નવ બેઠક પર જ પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. 13 નવેમ્બરે મતદાન યોજાશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. ઉત્તર પ્રદેશની જે 9 બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં 4 બેઠક પર સમાજવાદી પાર્ટી, 3 બેઠક પર ભાજપ અને એક-એક બેઠક પર રાલોદ અને નિષાદ પાર્ટીનો કબ્જો રહ્યો છે.

આ સમાચાર શેર કરો