બિહારમાં મંત્રી મંડળનું વિસ્તરણ, ભાજપના 7 નેતાઓએ મંત્રીપદના લીધા શપથ
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. બિહાર સરકારમાં સાત નેતા મંત્રી બન્યા છે. આ તમામ નેતા ભા

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. બિહાર સરકારમાં સાત નેતા મંત્રી બન્યા છે. આ તમામ નેતા ભાજપના છે.JDUમાંથી કોઇ મંત્રીએ શપથ લીધા નહતા.
બિહાર સરકારમાં મંત્રી બન્યા આ 7 નેતા
બિહાર સરકારમાં દરભંગાના ધારાસભ્ય સંજય સરાવગી, બિહાર શરીફના ધારાસભ્ય સુનીલ કુમાર, જાલેના ધારાસભ્ય જીવેશ મિશ્રા, સાહેબગંજના ધારાસભ્ય રાજુ કુમાર સિંહ, રિગા ધારાસભ્ય મોતીલાલ પ્રસાદ સાથે જ વિજય કુમાર મંડલ અને કૃષ્ણ કુમાર મંટૂએ મંત્રી પદના શપથ લીધા છે.
સુનીલ કુમાર: સુનીલ કુમારે મંત્રી પદના શપથ લીધા છે. તે જૂન 2013માં ભાજપમાં સામેલ થયા હતા. સુનીલ કુમાર ડૉક્ટર છે, તેમને ભોજપુરીની ત્રણ ફિલ્મ પણ બનાવી છે. તે 2005 અને 2010માં JDUના ધારાસભ્ય હતા. વર્તમાનમાં તે બિહારશરીફના ધારાસભ્ય છે. સુનીલ કુમાર કુશવાહ સમુદાય સાથે સંબંધ રાખે છે.
જીવેશ મિશ્રા: જીવેશ મિશ્રાએ મંત્રી પદના શપથ લીધા છે, તે પહેલા પણ નીતિશ મંત્રી મંડળના સભ્ય રહ્યાં છે. દરભંગાની જાલે બેઠક પર ધારાસભ્ય છે. જીવેશ કુમારે મૈથિલીમાં શપથગ્રહણ કર્યા હતા. જીવેશ મિશ્રા નવેમ્બર 2020થી ઓગસ્ટ 2020 સુધી શ્રમ મંત્રી રહ્યાં હતા. તે ભૂમિહાર જાતિના છે.
રાજુ કુમાર સિંહ: ભાજપના ધારાસભ્ય રાજુ કુમાર સિંહે મંત્રી પદના શપથ લીધા છે. રાજુકુમારે લોકજનશક્તિ પાર્ટીમાંથી રાજનીતિની શરૂઆત કરી હતી. 2020માં VIPની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. કેટલાક સમય બાદ 2 અન્ય ધારાસભ્યો સાથે ભાજપમાં સામેલ થયા હતા. તે સાહેબગંજના ધારાસભ્ય છે અને રાજપુત સમુદાયમાંથી આવે છે.
નીતિશ કેબિનેટમાં 36 મંત્રી
નીતિશ કેબિનેટમાં અત્યાર સુધી મંત્રીઓની સંખ્યા 30 હતી. જોકે, ભાજપ કોટામાંથી મત્રી દિલીપ જયસ્વાલે રાજીનામું આપી દીધુ છે જે બાદ આ સંખ્યા 29 થઇ હતી. ભાજપ કોટામાંથી 7 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. જે બાદ હવે નીતિશ કેબિનેટમાં 36 મંત્રી થઇ ગયા છે. ભાજપ કોટામાંથી 21, JDUમાંથી 13, HAMમાંથી 1 અને એક અપક્ષ કોટામાંથી મંત્રી છે.
બિહારમાં 28 ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થશે
બિહારમાં 28 ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆત થશે અને 28 માર્ચ સુધી ચાલશે. આ દરમિયાન સરકાર આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. નાણાકીય વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ પણ રજૂ કરવામાં આવશે.
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. બિહાર સરકારમાં સાત નેતા મંત્રી બન્યા છે. આ તમામ નેતા ભાજપના છે.







