બાબા સિદ્દીકી મર્ડર કેસમાં મોટો ખુલાસો,ગુજરાતની બેન્કમાં આવ્યા પૈસા; લોરેન્સને 17 લાખની અપાઇ હતી સોપારી
NCP નેતા બાબા સિદ્દીકી હત્યા કેસમાં દાખલ ચાર્જશીટમાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે હત્યાના ષડયંત્ર મા

NCP નેતા બાબા સિદ્દીકી હત્યા કેસમાં દાખલ ચાર્જશીટમાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે હત્યાના ષડયંત્ર માટે પૈસા લગાવનારાઓની જાણકારીનો ખુલાસો કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે બાબા સિદ્દીકીની હત્યા માટે 17 લાખની જે સોપારી આપવામાં આવી હતી તેના માટે સૌથી વધુ ફંડિંગ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં થઇ હતી.
મહારાષ્ટ્ર-યુપીમાંથી થઇ હતી સૌથી વધુ ફંડિંગ
ક્રાઇમ બ્રાન્ચના સુત્રો અનુસાર, અત્યાર સુધીની તપાસ દરમિયાન જે મની ટ્રેલ સામે આવ્યું છે તેના અનુસાર મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં લોરેન્સ બિશ્નોઇ ગેન્ગ સાથે જોડાયેલા લોકોએ અનમોલ બિશ્નોઇ અને શુભમ લોનકરના કહેવા પર ગુજરાતની કર્ણાટક બેન્કમાં ખોલવામાં આવેલા એકાઉન્ટમાં પૈસા નાખ્યા હતા.
ચાર્જશીટ અનુસાર, ગુજરાતના આણંદમાં કર્ણાટક બેન્કમાં જે એકાઉન્ટ આરોપી સલમાન વોહરાના નામથી ખોલવામાં આવ્યું હતું તેમાં પૈસા ટ્રાન્સફર કરવાની જવાબદારી શુભમન લોનકરને સોપવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં લોરેન્સ બિશ્નોઇ ગેન્ગનું સ્લીપર સેલ ત્યાંથી ધરપકડ આરોપીઓના બેન્ક ખાતામાં અલગ અલગ CDM (કેશ ડિપોઝિટ મશીન)નો ઉપયોગ કરી પૈસા મોકલવામાં આવ્યા હતા.
દેશના અલગ અલગ ભાગમાંથી પૈસા ભેગા કરવામાં આવ્યા
એક અધિકારીએ જણાવ્યું કે બાબા સિદ્દિકીની હત્યા માટે આપવામાં આવેલી સોપારીની રકમ 60થી 70 ટકા પૈસાની ફંડિંગ આ બે રાજ્યમાંથી જ કરવામાં આવી હતી. સૂત્રોની માનીએ તો સોપારીના પુરા 17 લાખની ફંડિંગ દેશના અલગ અલગ ભાગમાંથી કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી વિદેશથી ફંડિંગ મળવાના કોઇ પુરાવા તપાસમાં મળ્યા નથી.
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડ મામલો: પાટીદાર યુવતીના ન્યાય માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણી આમરણાંત ઉપવાસ પર
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે બાબા સિદ્દીકીની હત્યામાં કેટલાક પૈસા હવાલા દ્વારા પણ આરોપીઓ સુધી પહોંચ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે આણંદના કર્ણાટક બેન્કના ખાતા દ્વારા મહારાષ્ટ્રમાં થયેલા ફંડિંગની મની ટ્રેલની તપાસ કરવામાં આવી છે પરંતુ યુપીથી થયેલા ફંડિંગની મની ટ્રેલની કડીને હજુ સુધી જોડવામાં આવી નથી.







