EDની મોટી કાર્યવાહી, દેશમાં 22 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન; 12.41 કરોડની રોકડ જપ્ત
ED એ સેન્ટિયાગો માર્ટિન અને તેની કંપની મેસર્સ ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિ

ED એ સેન્ટિયાગો માર્ટિન અને તેની કંપની મેસર્સ ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય સહયોગીઓએ વિરુદ્ધ તપાસના સંબંધમાં PMLA, 2002ની જોગવાઈઓ હેઠળ તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મેઘાલય અને પંજાબ રાજ્યોમાં 22 જગ્યાઓ પર સર્ચ હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન વિવિધ ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો, રૂ. 12.41 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી અને રૂ. 6.42 કરોડની એફડીઆર સાથે જપ્ત કરવામાં આવ્યા હતા.




