Video: સંસદના વિશેષ સત્ર પૂર્વે INDIA ગઠબંધનના નેતાઓનું મંથન..ખડગે એ કહ્યું..જ્ઞાનેશ કુમારના આગેવાનીમાં ફરી થશે ગોટાળો!

સંસદના વિશેષ સત્ર પૂર્વે INDIA ગઠબંધનના નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં સીમાંકન અને મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા વિધેયક અંગે ગહન ચર્ચા કરવામાં આવી. કોંગ્રેસે આ વિધેયકનો વિરોધ કરવાની જાહેરાત કરતા સરકાર પર લોકશાહીને નબળી પાડવાનો અને સત્તા કેન્દ્રિત કરવાનો આરોપ લગાવ્યો છે. ખડગેએ જણાવ્યું હતું કે સીમાંકન પ્રસ્તાવમાં SC-ST સમુદાયના હિતોની અવગણના થઈ છે અને તેમની વધતી વસ્તીના પ્રમાણમાં અનામત બેઠકો વધવી જોઈએ. વધુમાં, ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવી ફરી ગોટાળો થવાની પણ ચિંતા વ્યક્ત કરી..
જાહેરાત













