Video: હૈદરાબાદના અશોક નગરમાં કોંગ્રેસ અને બીઆરએસ કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ, બાવર્ચી રેસ્ટોરન્ટ પાસે સર્જાઈ તંગદિલી

સોર્સ: gstv

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. હૈદરાબાદના અશોક નગર વિસ્તારમાં આવેલી જાણીતી બાવર્ચી રેસ્ટોરન્ટ નજીક કોંગ્રેસ અને ભારત રાષ્ટ્ર સમિતિ એટલે કે બીઆરએસના કાર્યકરો સામસામે આવી જતાં ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું. બંને પક્ષના કાર્યકરો વચ્ચે ભારે સૂત્રોચ્ચાર અને ધક્કામુક્કી થતા વિસ્તારમાં અફરાતફરી અને તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના સમયે બીઆરએસના નેતા એમ કૃષાંક પણ ઘટનાસ્થળે હાજર હતા..બંને પાર્ટી કાર્યકરો વચ્ચે ઘર્ષણના પગલે સ્થાનિક વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું અને સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત