બાંગ્લાદેશથી 199 ભારતીય પરત ફર્યા, ઢાકાથી દિલ્હી પહોચ્યું એર ઇન્ડિયાનું વિમાન
બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ ભારત-બાંગ્લાદેશ સરહદ પર હાઇએેલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશના સેના પ્રમુખ જનરલે ક

બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ ભારત-બાંગ્લાદેશ સરહદ પર હાઇએેલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશના સેના પ્રમુખ જનરલે કહ્યુ કે વચગાળાની સરકાર કાર્યભારને સંભાળશે.
ઢાકાથી દિલ્હી પહોંચી એર ઇન્ડિયાની ફ્લાઇટ
એર ઇન્ડિયા દિલ્હીથી ઢાકા માટે પોતાની ફ્લાઇટ સંચાલિત કરશે અને બાંગ્લાદેશના પાટનગરથી લોકોને પરત લાવવા માટે એક વિશેષ ફ્લાઇટ ચાલુ કરવાની પણ સંભાવના છે. ઢાકાથી એર ઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હી પહોંચી છે.
બાંગ્લાદેશ પરત આવશે ખાલિદા જિયાનો પુત્ર
ખાલિદા જિયાનો પુત્ર તારિક રહમાન બાંગ્લાદેશ પરત ફરી રહ્યાં છે. તે સાંજના સમયે ઢાકામાં એક રેલીમાં સામેલ થશે. તારિક કેટલાક વર્ષથી લંડનમાં રહેતા હતા.
મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારમાં વડાપ્રધાન
બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડાપ્રધન પદ પર નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસની નિયુક્તિ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને વિદ્યાર્થી આંદોલનના સમન્વયક મંડળના 13 સભ્યો સાથે ચર્ચા બાદ યુનુસની નિયુક્તિની જાહેરાત કરી હતી. આ ચર્ચામાં ત્રણેય સેનાના પ્રમુખ પણ સામેલ હતા. આ પહેલા રાષ્ટ્રપતિએ દેશની સંસદને ભંગ કરી દીધી હતી જેનાથી હવે ચૂંટણીનો રસ્તો સાફ થઇ ગયો છે.







