બાંગ્લાદેશની સ્થિતિ પર ભારતની નજર, શેખ હસીના પર કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો- વિદેશ મંત્રી
બાંગ્લાદેશમાં અનામત વિરોધી પ્રદર્શન અને હિંસક અથડામણ વચ્ચે સોમવારે તખ્તા પલટ થયો હતો. વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું હત

બાંગ્લાદેશમાં અનામત વિરોધી પ્રદર્શન અને હિંસક અથડામણ વચ્ચે સોમવારે તખ્તા પલટ થયો હતો. વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું હતું અને દેશ છોડી દીધો હતો. રાષ્ટ્રના નામે એક સંબોધનમાં સેના પ્રમુખે કહ્યું કે સેના વચગાળાની સરકાર બનાવશે. સંસદ પરિસરમાં બાંગ્લાદેશની સ્થિતિ પર સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી.
સરકારે બોલાવી સર્વદળીય બેઠક
સરકારે બાંગ્લાદેશના મુદ્દા પર સર્વદળિય બેઠક બોલાવવામાં આવી હતી.. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાજ્યસભામાં નેતા જેપી નડ્ડા, સંસદીય કાર્યમંત્રી કિરન રિજિજૂ બેઠકમાં હાજર હતા.. રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ પણ બેઠકમાં હાજર રહ્યાં હતા. શેખ હસીના ભારતમાં જ રહેશે કે કોઇ અન્ય દેશમાં શરણ લેશે તેને લઇને હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ થઇ શકી નથી.
વિદેશ મંત્રીએ શું કહ્યું?
સર્વદળીય બેઠક બાદ વિદેશ મંત્રીએ કહ્યું કે, શેખ હસીના પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. બાંગ્લાદેશની સ્થિતિ પર અમારી નજર છે. બાંગ્લાદેશમાં 12 હજારથી 13 હજાર ભારતીયો રહે છે. ભારતીયોને અત્યારે પરત લાવવાની જરૂર નથી.
બાંગ્લાદેશ આર્મીના સંપર્કમાં ભારત
સર્વદળીય બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે સરકાર બાંગ્લાદેશ આર્મીના સંપર્કમાં છે. સ્થિતિ સતત બદલાઇ રહી છે. આગળ જેવી સ્થિતિ થશે તેમ જણાવવામાં આવશે. બેઠકમાં રાહુલ ગાંધીએ બહારના કોઇનો હાથ હોવા અંગે સવાલ કર્યો હતો. જેના પર વિદેશ મંત્રીએ કહ્યું કે બહારની તાકાતનો હાથ હોવાની વાત કરવી અત્યારે ઉતાવળભર્યું હશે. વિદેશ મંત્રીએ કહ્યું કે, શેખ હસીનાને થોડો સમય આપવા માંગે છે કે તે શું ઇચ્છે છે.
નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસને વચગાળાના PMના મુખ્ય સલાહકાર બનાવવાનો પ્રસ્તાવ
બાંગ્લાદેશના મીડિયા રિપોર્ટ અનુસાર આંદોલનના મુખ્ય આયોજકોએ નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મોહમ્મદ યૂનુસને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનવાનો પ્રસ્તાવ આપ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટ પર કરવામાં આવેલા વીડિયોમાં આંદોલનના મુખ્ય સમન્વયકોમાંથી એક નાહિદ ઇસ્લામે કહ્યુ કે તે પહેલા જ પ્રોફેસર યૂનુસ સાથે વાત કરી ચુક્યા છે અને તેમને દેશની વર્તમાન સ્થિતિને જોતા પોતાની સહમતિ આપી છે.
જેલમાંથી 500 કેદી ફરાર
બાંગ્લાદેશમાં હિંસામાં ઓછામાં ઓછા 135 લોકો માર્યા ગયા હોવાનું અનુમાન છે. ઉત્તર બાંગ્લાદેશના શેરપુર જિલ્લામાં એક ભીડે જિલ્લા જેલમાં ઘુસીને 500થી વધુ કેદીઓને છોડાવી લીધા છે. ચટગાંવમાં પ્રદર્શનકારીઓએ છ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરીને આગ લગાવી હતી.
વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર હશે મોહમ્મદ યૂનુસ
વિદ્યાર્થી આંદોલનનમા સમન્વયકે જાણકારી આપી કે મોહમ્મદ યૂનુસ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર હશે. ભેદભાવ વિરોધી વિદ્યાર્થી આંદોલનના સમન્વયકોએ આ વાતની જાહેરાત કરી છે.
શેખ હસીનાને બ્રિટને નથી આપ્યું ગ્રીન સિગ્નલ
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ગાઝિયાબાદના હિંડન એરબેઝમાં એક સેફ હાઉસમાં છે. શેખ હસીના બ્રિટનના ગ્રીન સિગ્નલની રાહ જોઇ રહ્યાં છે.PMO દરેક ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે.








