મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બાબા સિદ્દીકીની હત્યા કેસમાં આરોપી પ્રવીણ લોંકરની ધરપકડ, શિવા કુમાર અને ઝીશાન અખ્તર પોલીસ પકડથી દૂર

મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP - અજિત પવાર)ના કદાવર નેતા બાબા સિદ્દિકીને બાંદ્રા વિસ્તા

બાબા સિદ્દીકીની હત્યા કેસમાં આરોપી પ્રવીણ લોંકરની ધરપકડ, શિવા કુમાર અને ઝીશાન અખ્તર પોલીસ પકડથી દૂર

મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP - અજિત પવાર)ના કદાવર નેતા બાબા સિદ્દિકીને બાંદ્રા વિસ્તારના ખેર નગરમાં તેમના દીકરા અને ધારાસભ્ય જીશાન સિદ્દિકીની ઓફિસની બહાર શનિવાર (12 ઓક્ટોબર) રાત્રે ત્રણ લોકોએ ગોળી મારી દીધી હતી. ત્યારબાદ તાત્કાલિક તેમને લિલાવતી હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા.

બાબા સિદ્દીકી હત્યા કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ત્રીજી ધરપકડ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આરોપી પ્રવીણ લોંકરની ધરપકડ કરી છે. આ પહેલા ગઈ કાલે પોલીસે ધર્મરાજ કશ્યપ અને ગુરમેલ સિંહની ધરપકડ કરી હતી. શિવકુમાર ગૌતમ હજુ ફરાર છે. જો કે તપાસમાં હજુ વધુ નામ સામે આવી શકે છે.

હત્યા એક પૂર્વ નિયોજિત કાવતરા હેઠળ કરાયાની શંકા

મુંબઈ પોલીસ બાબા સિદ્દિકીની હત્યાના અલગ અલગ પાસાઓથી તપાસ કરી રહી છે. જેમાં સોપારી લઈને હત્યા, બિઝનેસ પ્રતિસ્પર્ધી કે પછી આવાસ પુનર્વાસ પરિયોજનાને લઈને મળેલી ધમકીના પાસા પણ સામેલ છે. પોલીસે એક અધિકારીને જણાવ્યું કે, વિધાનસભામાં ત્રણ વખત બાંદ્રા (પશ્ચિમ) બેઠક પર ધારાસભ્ય રહી ચૂકેલા એનસીપીના નેતા સિદ્દિકીની હત્યા એક પૂર્વ નિયોજિત કાવતરા હેઠળ કરાયાની શંકા છે.

હત્યાકાંડમાં સામેલ ચાર આરોપીઓની થઈ ઓળખ

આ હત્યાકાંડમાં સામેલ ચાર આરોપીઓની ઓખળ થઈ ચૂકી છે. પોલીસે બે કથિત હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. જેમની ઓળખ હરિયાણાના ગુરમેલ બલજીત સિંહ (23) અને ઉત્તર પ્રદેશના ધર્મરાજ રાજેશ કશ્યપ (19) તરીકે થઈ છે. શિવા કુમાર અને મોહમ્મ જીશાન અખ્તર નામના બે આરોપી ફરાર છે અને મુંબઈ પોલીસે તેમને પકડવા માટે 10 ટીમો બનાવી છે. આ વચ્ચે મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરમેલ સિંહને 21 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. ત્યારે ખુદને સગીર ગણાવનારા ધર્મરાજ કશ્યપની સાચી ઉંમર જાણવા માટે તેમનો બોન ઓસિફિકેશન ટેસ્ટ કરાવવામાં આવશે. કોર્ટે તેની મંજૂરી આપી દીધી છે.

આ સમાચાર શેર કરો