મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'કેજરીવાલને જેલમાં મારવાનો પ્રયાસ', AAPના નેતા સંજય સિંહે લગાવ્યો મોટો આરોપ

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી (BJP) પર ગંભીર

'કેજરીવાલને જેલમાં મારવાનો પ્રયાસ', AAPના નેતા સંજય સિંહે લગાવ્યો મોટો આરોપ

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી (BJP) પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે. સંજય સિંહે કહ્યું, 'અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યની ઉપેક્ષા કરી કેન્દ્ર સરકાર, ભાજપ અને દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાનું તેમને મારવાનું ષડયંત્ર છે."

કેજરીવાલના સ્વાસ્થ્યને લઇને ઉપરાજ્યપાલ વિનય સક્સેના તરફથી દિલ્હીના મુખ્ય સચિવને લખવામાં આવેલા પત્ર પર આપના સાંસદ સંજય સિંહે કહ્યું હતું કે આ શું તમે મજાક કરી રહ્યાં છો? શું કોઇ માણસ ખુદની રાત્રે શુગર ઓછુ કરશે, જે ઘણુ ખતરનાક છે.  એલજી સાહેબ જો તમને મુખ્યમંત્રીની બીમારી વિશે ખબર નથી તો તમારે આવો પત્ર ના લખવો જોઇએ. ઈશ્વર ના કરે ક્યારેક તમારો પણ આવો સમય આવે.

ભાજપ અને ઉપ રાજ્યપાલ ખોટા નિવેદન આપી રહ્યાં છે

સંજય સિંહનો આરોપ છે કે કેજરીવાલના હેલ્થને લઇને ખોટા નિવેદન કરવામાં આવી રહ્યાં છે. ક્યારેક ઉપ રાજ્યપાલ અને ભાજપ કહે છે કે અરવિંદ કેજરીવાલ ભોજન કરતા નથી. તે ભૂખ્યા રહીને શુગર લેવલ ઓછું કરી રહ્યાં છે. ક્યારેક એમ કહે છે કે કેજરીવાલ મીઠાઇ ખાઇને પોતાનું શુગર લેવલ જાણી જોઇને વધારી રહ્યાં છે.

જેલમાં કેજરીવાલ સાથે કઇ પણ થઇ શકે છે- સંજય સિંહ

AAPના નેતા સંજય સિંહે એમ પણ કહ્યું, "કોઇ પણ રીતે ભાજપ, દેશની સરકાર અને દિલ્હીના ઉપ રાજ્યપાલ મળીવને અરવિંદ કેજરીવાલના જીવન સાથે રમી રહ્યાં છે. કોઇ રીતે જેલમાં તેમને મારવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. કેજરીવાલ સાથે જેલમાં કોઇ પણ સમયે દૂર્ઘટના ઘટી શકે છે. કેન્દ્ર સરકારની મિલીભગતથી ઉપ રાજ્યપાલ અને ભાજપ જે રીતે ષડયંત્ર રચી રહ્યાં છે તેનાથી મુખ્યમંત્રીના સ્વાસ્થ્યને લઇને શક વધારે મજબૂત બને છે."

જેલ સુપ્રિટેન્ડેન્ટના રિપોર્ટમાં શું છે?

આ પહેલા તિહાર જેલના સુપ્રિટેન્ડેન્ટે એલજીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને કહ્યું હતું કે તેઓ જાણી જોઈને ઓછી કેલરી લે છે. જેલ સુપ્રિટેન્ડેન્ટે તેમના રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે મોનિટરિંગ ચાર્ટ દર્શાવે છે કે 6 જૂન, 2024 અને 13 જુલાઈ, 2024 વચ્ચે કેજરીવાલે દિવસ દરમિયાન ત્રણ ટાઇમના ભોજન માટે નિર્ધારિત આહાર લીધો નહતો.

કેજરીવાલના વજન અંગે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2 જૂન 2024ના રોજ મુખ્યમંત્રીનું વજન 63.5 કિલો હતું જે હવે 61.5 કિલો થઈ ગયું છે. ઓછી કેલરી લેવાને કારણે આવું બન્યું છે. 18 જૂન, 2024 ના રોજ, તેને ઇન્સ્યુલિન આપવામાં આવ્યું ન હતું અથવા જેલ અધિકારીઓએ તાત્કાલિક રિપોર્ટમાં તેની નોંધ કરી ન હતી. મોટાભાગના દિવસોમાં, ગ્લુકોમીટર ટેસ્ટ રીડિંગ અને CGMS રીડિંગ વચ્ચે તફાવત હોય છે. ગ્લુકોમીટર ટેસ્ટ રીડિંગ્સ અને CGMS રીડિંગ્સ વચ્ચેની વિસંગતતાઓની તબીબી સત્તાવાળાઓ દ્વારા તપાસ કરવાની જરૂર છે.

આ સમાચાર શેર કરો