મણિપુરમાં CRPFના કાફલા પર હુમલો, 1 જવાન શહીદ, 3 પોલીસ કર્મી ઘાયલ
મણિપુરના જીરીબામમાં અજાણ્યા હુમલાખોરોએ CRPF અને સ્ટેટ પોલીસની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો છે. આ હુમલો ઘાત લગાવીને કરવામાં આવ

મણિપુરના જીરીબામમાં અજાણ્યા હુમલાખોરોએ CRPF અને સ્ટેટ પોલીસની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો છે. આ હુમલો ઘાત લગાવીને કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક CRPFનો જવાન શહીદ થયો છે જ્યારે 3 પોલીસ કર્મીને પણ ઇજા થવાના સમાચાર છે.
મળતી માહિતી અનુસાર, 20 બટાલિયન CRPF અને જીરીબામ જિલ્લા પોલીસની સંયુક્ત ટીમ એક સાથે ઓપરેશનમાં લાગી હતી. આ દરમિયાન સંયુક્ત ટીમ પર ઘાત લગાવીને બદમાશોએ હુમલો કર્યો હતો. હુમલા સમયે ત્રણ જવાન ઘાયલ થવાના પણ સમાચાર છે. આ સિવાય એક CRPFના જવાનનું ગોળી લાગતા મોત થયું છે.
પોલીસ રિપોર્ટ અનુસાર, સંયુક્ત સુરક્ષા દળ 13 જુલાઇએ થયેલી ગોળીબારની ઘટના સંબંધિત તપાસ અભિયાન ચલાવવા માટે જીરીબામ જિલ્લા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા મોનબંગ ગામ પાસે બની હતી.
એપ્રિલમાં પણ બે સમુદાયો વચ્ચે થઇ હતી હિંસા
મણિપુરમાં છેલ્લા કેટલાક દિવસથી હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં કુકી અને મૈતેઇ સમાજ વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, એપ્રિલમાં 2 સશસ્ત્ર ઉપદ્રવી ગ્રુપ વચ્ચે ફરી એક વખત ગોળીબાર થયો છે. કહેવામાં આવે છે ઉપદ્રવિઓએ ત્રણ જિલ્લા કાંગપોકપી, ઉખરૂલ અને ઇમ્ફાલ પૂર્વના ટ્રાન્જેક્શન જિલ્લામાં એક બીજા પર ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન ગોળીબારમાં કુકી સમાજના 2 લોકોના મોત થયા હતા.








