આસામમાં મુસ્લિમ લગ્નનો કાયદો રદ, સરકારનો મોટો નિર્ણય
આસામમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની આગેવાનીમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં એક મહત્ત્વનો નિર્ણય લેવામાં

આસામમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની આગેવાનીમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આસામમાં મુસ્લિમ લગ્નનો કાયદો રદ્દ કરવામાં આવ્યો છે. આ અંગેની જાણકારી મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી.
મુખ્યમંત્રી સરમાએ X પોસ્ટ કરીને જાણકારી આપી
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પોસ્ટ કરીને જણાવ્યું કે, બાળલગ્ન સામે વધારાના રક્ષણો મૂકીને અમારી દીકરીઓ અને બહેનોને ન્યાય મળે તે માટે અમે મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે.
આજે આસામ કેબિનેટની બેઠકમાં Assam Repealing Bill 2024થી આસામ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમ અને નિયમો 1935ને રદ કરવાનો નિર્ણય લીધો છે.








