મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આસારામ જેલમાંથી આવશે બહાર, હાઈકોર્ટે આપી મોટી રાહત

આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે આસારામની સારવાર માટે 7 દિવસની

આસારામ જેલમાંથી આવશે બહાર, હાઈકોર્ટે આપી મોટી રાહત

આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે આસારામની સારવાર માટે 7 દિવસની પેરોલ મંજૂર કરી છે. રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની ડિવિઝન બેન્ચે તેમની વચગાળાની પેરોલ મંજૂર કરી હતી.  

આસારામ સારવાર માટે મહારાષ્ટ્ર જશે

આસારામ 1 સપ્ટેમ્બર, 2013થી જેલમાં છે. હવે લગભગ 11 વર્ષ બાદ પેરોલ પર બહાર આવશે. આ પહેલીવાર છે જ્યારે આસારામની પેરોલ મંજૂર કરવામાં હોય. પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જશે.

જેલમાં આસારામની તબિયત લથડી હતી

જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની અચાનક તબિયત લથડી હતી. ત્યારબાદ જેલ પ્રશાસને તેને જોધપુર એમ્સમાં દાખલ કર્યા હતા.  આસારામની નાદુરસ્ત તબિયત અને જોધપુર AIIMSમાં દાખલ થયાના સમાચાર સામે આવતા જ તેમના સમર્થકોની ભીડ હોસ્પિટલની બહાર એકઠી થઈ ગઈ હતી.

2018માં કોર્ટે સગીર પર બળાત્કાર કેસમાં આસારામને દોષિત ઠેરવ્યા હતા

ઉલ્લેખનીય છે કે, આસારામને 2018માં જોધપુરની વિશેષ પોક્સો કોર્ટે સગીર પર બળાત્કાર કેસમાં દોષિત ઠેરવ્યા હતા. આજીવન કેદની સજા ફટકારી હતી.  ફરિયાદમાં પીડિતાએ લગાવ્યો હતો કે 15 ઓગસ્ટ, 2013ની રાત્રે આસારામે તેને જોધપુર નજીક પોતાના આશ્રમમાં બોલાવી હતી અને તેની સાથે બળાત્કાર કર્યો હતો. પાંચ વર્ષથી વધુ સમય સુધી ચાલેલા ટ્રાયલ બાદ પોક્સો કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.

આ સમાચાર શેર કરો