મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વિધાનસભા ચૂંટણી/ અરૂણાચલમાં ભાજપને બહુમત, સિક્કિમમાં SKMની સરકાર

અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. 60 વિધાનસભા બેઠકો ધરાવતા અરુણાચલ પ્રદેશમાં ભાજપ

વિધાનસભા ચૂંટણી/ અરૂણાચલમાં ભાજપને બહુમત, સિક્કિમમાં SKMની સરકાર

અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. 60 વિધાનસભા બેઠકો ધરાવતા અરુણાચલ પ્રદેશમાં ભાજપે 10 બેઠકો બિનહરીફ જીતી લીધી હતી. જ્યારે સિક્કિમમાં 32 સીટો પર મતગણતરી ચાલી રહી છે. અહીં 19 એપ્રિલે મતદાન થયું હતું. સિક્કિમમાં કુલ 79.88 ટકા મતદાન થયું હતું જ્યારે અરુણાચલ પ્રદેશમાં 82.95 ટકા મતદાન થયું હતું.

સિક્કિમમાં કોની વચ્ચે ટક્કર? 

સિક્કિમમાં પ્રેમ સિંહ તમાંગની આગેવાની હેઠળના સત્તાધારી સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) અને પવન કુમાર ચામલિંગના સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) વચ્ચે સ્પર્ધા હતી. જોકે સત્તારુઢ SKMએ 32 બેઠકો ધરાવતી સિક્કિમની વિધાનસભામાં 31 બેઠકો પર લીડ મેળવી છે. ઉલ્લેખનીય છે કે સિક્કિમમાં ભાજપ અને કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. 146 ઉમેદવારોમાં મુખ્ય ઉમેદવારોમાં મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ, તેમની પત્ની કૃષ્ણા કુમારી રાય, પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ, પૂર્વ ભારતીય ફૂટબોલર બાઈચુંગ ભૂટિયા અને ભાજપના નરેન્દ્ર કુમાર સુબ્બાનો સમાવેશ થાય છે. 2019માં પ્રેમ સિંહ તમાંગની આગેવાની હેઠળની SKMએ 17 બેઠકો જીતી હતી, જ્યારે SDFને 15 બેઠકો મળી હતી. 

અરુણાચલમાં ભાજપને બહુમત 

શરૂઆતના વલણોમાં ભાજપે અરુણાચલ પ્રદેશમાં ભાજપે બહુમતો આંકડો સ્પર્શી લીધો છે. ભાજપને 60માંથી 47 બેઠકો મળતી દેખાઈ રહી છે. જ્યારે એનપીપીને 6 અને અન્યોને 6 બેઠક જ્યારે કોંગ્રેસના ખાતામાં 0 બેઠક આવી રહી છે. 60 સીટોવાળી અરુણાચલ વિધાનસભામાં સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો હતો. ભાજપે તમામ 60 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે કોંગ્રેસે માત્ર 19 બેઠકો પર ચૂંટણી લડી હતી. નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) એ પણ અરુણાચલ પ્રદેશમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. 

આ સમાચાર શેર કરો