મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હાથરસ દુર્ધટનામાં પહેલી કાર્યવાહી/ આયોજન કમિટી સાથે જોડાયેલા 6 લોકોની ધરપકડ, મુખ્ય આરોપી પર 1 લાખનું ઈનામ

હાથરસ દુર્ધટનામાં પોલીસ પૂછપરછ બાદ આયોજન સમિતિ સાથે જોડાયેલા 6 લોકોની ધરપકડ કરr છે. આઈજી શલભ માથુરે પ્રેસ કો

હાથરસ દુર્ધટનામાં પહેલી કાર્યવાહી/ આયોજન કમિટી સાથે જોડાયેલા 6 લોકોની ધરપકડ, મુખ્ય આરોપી પર 1 લાખનું ઈનામ

હાથરસ દુર્ધટનામાં પોલીસ પૂછપરછ બાદ આયોજન સમિતિ સાથે જોડાયેલા 6 લોકોની ધરપકડ કરr છે. આઈજી શલભ માથુરે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેની જાણકારી આપી છે. એટલું જ નહીં મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકર પર 1 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું છે.  પોલીસ ટૂંક સમયમાં જ તેની સામે કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરંટ જારી કરશે. આઈજીએ કહ્યું કે જો જરૂર પડશે તો ભોલે બાબાની પૂછપરછ કરવામાં આવશે. જો બાબાની ભૂમિકા સામે આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે ભોલે બાબાનું નામ FIRમાં નથી. 

આઈજીએ કહ્યું કે, પૂછપરછ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે આયોજન સમિતિના સભ્ય છે. આરોપી ઘટના બાદ ફરાર થઈ ગયા હતા. પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે. જેમાં બે મહિલાનો સમાવેશ થયા છે. 

સત્સંગમાં ભાગદોડમાં 121થી વધુના મોત

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં બે જુલાઈના રોજ બાબાના સત્સંગમાં થયેલી ભાગદોડમાં 121થી વધુ લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ અકસ્માતમાં 150થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા છે. હોસ્પિટલમાં મૃતદેહો ખડકાયા છે. આ સત્સંગનું આયોજન જિલ્લાના ફુલરાઈ ગામમાં કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ દેશભરમાં હોબાળો મચી ગયો છે. આ ઘટના આખરે કેમ થઈ એ વિશે સતત નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ ઘટનામાં પોલીસે 17 લોકો સામે FIR નોંધીને તપાસ પણ શરૂ કરી છે, જ્યારે બાબા ભોલે ફરાર છે. 

બાબા નોકરી છોડી સત્સંગ કરવા લાગ્યો

ઉત્તર પ્રદેશના હાથરસમાં જેમના સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ તે બાબાનું સાચું નામ સૂરજ પાલ છે. પોતાના ઉત્તર પ્રદેશમાં તેમણે દાવો કર્યો છે કે પહેલા તે પોલીસ ઈન્ટેલિજન્સ વિભાગમાં કામ કરતા હતા. બાદમાં નોકરી છોડીને સત્સંગ કરવા લાગ્યા. પ્રચાર ક્ષેત્રે આવ્યા પછી સૂરજપાલે પોતાનું નામ બદલીને સાકર વિશ્વ હરિ કરી દીધું હતું. જો કે લોકો તેમને ભોલે બાબા તરીકે પણ ઓળખે છે. પરંપરાગત કથાકારોથી વિપરીત, ભોલે બાબા થ્રી-પીસ સૂટમાં ઉપદેશ આપે છે. સત્સંગ દરમિયાન તેમની પત્ની પણ તેમની સાથે બેસે છે.

આ સમાચાર શેર કરો