Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Another veteran MP of Mamata Banerjee resigns, TMC's size will decrease in Delhi

મમતા બેનરજીના વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું, TMCનું કદ દિલ્હીમાં ઘટશે

Timeછેલ્લું અપડેટ : 10 Jun 2026
લાઇવ ટીવીGoogle News
મમતા બેનરજીના વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું, TMCનું કદ દિલ્હીમાં ઘટશે
સોર્સ : gstv

: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે પક્ષનો વિસ્તાર કરવાના મમતા બેનરજીના પ્રયાસોને તે સમયે મોટો ફટકો પડ્યો જ્યારે પાર્ટીના ફાયરબ્રાન્ડ મહિલા નેતા અને રાજ્યસભા સાંસદ સુસ્મિતા દેવે રાજ્યસભા સાંસદ અને પાર્ટીની સદસ્યતામાંથી રાજીનામું આપી દીધું છે. 

App Store

અઠવાડિયામાં બીજા સાંસદનું રાજીનામું 

ખાસ વાત એ છે કે, છેલ્લા એક અઠવાડિયાની અંદર ટીએમસીમાંથી આ બીજું મોટું રાજીનામું છે. આ પહેલા પક્ષના વરિષ્ઠ નેતા સુખેન્દુ શેખરે  પણ રાજ્યસભા અને પક્ષમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. એકસાથે થયેલા આ રાજીનામાના કારણે ટીએમસીના સંસદીય દળમાં મોટા પાયે ભંગાણ થવાની અટકળોએ જોર પકડ્યું છે.

કોંગ્રેસ બેકગ્રાઉન્ડ ધરાવતા નેતાઓનો મોહભંગ? 

આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી મોટો રાજકીય એંગલ એ છે કે, રાજીનામું આપનારા બંને સાંસદો ભૂતકાળમાં કોંગ્રેસના સ્તંભ સમાન નેતાઓ રહી ચૂક્યા છે. સુસ્મિતા દેવ વર્ષ 2021માં કોંગ્રેસ પક્ષને અલવિદા કહીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ દિવંગત દિગ્ગજ કોંગ્રેસ નેતા સંતોષ મોહન દેવના પુત્રી છે અને અંદાજે ત્રણ દાયકા (30 વર્ષ) સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા હતા. કોંગ્રેસમાં હતા ત્યારે તેમને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના અત્યંત નજીકના અને વિશ્વાસુ માનવામાં આવતા હતા. પૂર્વ ભારતમાં (ખાસ કરીને આસામ અને ત્રિપુરામાં) ટીએમસીનો ચહેરો બનેલા સુસ્મિતા દેવનું પક્ષ છોડવું એ દર્શાવે છે કે બંગાળ બહાર પક્ષનો વિસ્તાર કરવાની મમતા બેનરજીની વ્યુહરચના નબળી પડી રહી છે.

દિલ્હીમાં ટીએમસીનું કદ ઘટશે

સંસદના ઉચ્ચ સદન એટલે કે રાજ્યસભામાં એક પછી એક બે સાંસદો ઘટવાને કારણે ગૃહમાં તૃણમૂલ કોંગ્રેસની તાકાત અને અવાજ બંને નબળા પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષની અંદર સંગઠનાત્મક નિર્ણયો અને બંગાળ બહારના નેતાઓની ઉપેક્ષાને કારણે આંતરિક અસંતોષ ચરમસીમાએ છે. સુખેન્દુ શેખર અને સુસ્મિતા દેવ જેવા રાષ્ટ્રીય સ્તરના ચહેરાઓના રાજીનામા બાદ હવે આગામી દિવસોમાં ટીએમસીના અન્ય કયા નેતાઓ બળવો કરે છે અથવા અન્ય પક્ષનો હાથ પકડે છે, તેના પર સમગ્ર દેશની નજર મંડાયેલી છે.