મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આજે ઓડિશા-આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી લેશે શપથ, PM મોદી રહેશે હાજર

આજે ઓડિશા અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી શપથ લેશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. ઓડ

આજે ઓડિશા-આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી લેશે શપથ, PM મોદી રહેશે હાજર

આજે ઓડિશા અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી શપથ લેશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. ઓડિશાના મુખ્યમંત્રી તરીકે મોહન માઝી જ્યારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડુ શપથ લેશે.

આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી પદના લેશે શપથ

તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેશે. શપથ ગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સહિત કેટલાક અન્ય નેતા સામેલ થઇ શકે છે.

પવન કલ્યાણ બની શકે છે નાયબ મુખ્યમંત્રી

ચંદ્રબાબુ નાયડુ વિજયવાડાના કેસરપલ્લીમાં ગન્નાવરમ એરપોર્ટ સામે મેધા આઇટી પાર્ક પાસે બપોરે 11.27 વાગ્યે શપથ લેશે. ચંદ્રબાબુ નાયડુની સાથે અન્ય નેતાઓના પણ શપથ લેવાની સંભાવના છે જેમાં જનસેના પ્રમુખ પવન કલ્યાણ અને સીનિયર નેતા એન.મનોહર, નાયડુના પુત્ર નારા લોકેશ સામેલ થઇ શકે છે. માનવામાં આવે છે કે પવન કલ્યાણ નાયબ મુખ્યમંત્રી બની શકે છે.

આંધ્ર પ્રદેશ વિધાનસભામાં 175 બેઠક છે. આ હિસાબથી મંત્રી મંડળમાં મુખ્યમંત્રી સહિત 26 મંત્રી હોઇ શકે છે. જોકે, નાયડુ સહિત 25 મંત્રીઓના શપથ લેવાની સંભાવના છે.

ઓડિશાના મુખ્યમંત્રી તરીકે મોહન માઝી લેશે શપથ

ઓડિશામાં પણ ભાજપની સરકાર બની છે. ઓડિશામાં મોહન માઝી મુખ્યમંત્રીના શપથ લેશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. ઓડિશામાં પ્રથમ વખત સરકાર બનાવવા જઇ રહેલી ભાજપે મંગળવારે વિધાયક દળની બેઠક બાદ મોહન માઝીના નામની જાહેરાત કરી હતી.

આ સમાચાર શેર કરો