બોલેરો બુલેટને ટક્કર માર્યા બાદ ઝાડ સાથે અથડાઈ, ત્રણ મહિલા સહિત 5ના મોત
ઉત્તરપ્રદેશના અમેઠીમાં રવિવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. બોલેરોએ બુલેટને ટક્કર માર્યા બાદ ઝાડ સાથે અથડાઈ સાથે અથડાઈ હતી. આ અ

ઉત્તરપ્રદેશના અમેઠીમાં રવિવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. બોલેરોએ બુલેટને ટક્કર માર્યા બાદ ઝાડ સાથે અથડાઈ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલા સહિત પાંચ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અડધો ડઝન કરતા વધુ લોકો ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુલતાનપુર જિલ્લાના ઈસ્લામગંજ ગામનો રહેવાસી અકબર બોલેરોમાં પરિવારને લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન બોલેરો કાર જામો ભાદર ચોકડી પાસે પહોંચી ત્યારે જામો તરફથી આવતી બુલેટને ટક્કર માર્યા બાદ ઝાડ સાથે અથડાઈ હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે બુલેટ પર સવાર દુર્ગેશ ઉપાધ્યાય, પુત્ર રામ ઈકબાલ અને બહેન વંદનાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે ચાર વર્ષનો ભત્રીજો રુદ્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. બોલેરોમાં સવાર શાહનૂર (40), જાગીર ખાનની પત્ની શબનમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ગ્રામજનોની મદદથી ઘાયલોને સુલતાનપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં અનેકની હાલત નાજુક છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોના ટુકડા થઈ ગયા હતા.







