દેશમાં કેમ લાવવામાં આવ્યો નવો કાયદો, અમિત શાહે જણાવ્યું કારણ
દેશમાં 1 જુલાઇથી નવા ગુનાહિત કાયદા લાગુ થઇ ગયા છે. IPC-CRPCના મુકાબલે આ કાયદામાં કેટલોક અંતર છે. આ ત્રણેય કા

દેશમાં 1 જુલાઇથી નવા ગુનાહિત કાયદા લાગુ થઇ ગયા છે. IPC-CRPCના મુકાબલે આ કાયદામાં કેટલોક અંતર છે. આ ત્રણેય કાયદામાં નવી કલમોને સામેલ કરવામાં આવી છે અને કેટલીક કલમોને ખતમ કરવામાં આવી છે. આ વચ્ચે આ કાયદાને લઇને ગૃહમંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
રિમાન્ડનો સમય નથી વધ્યો
અમિત શાહે કહ્યું કે વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે કે રિમાન્ડના દિવસ વધારી દેવામાં આવ્યા છે પરંતુ આ માત્ર ભ્રમ ફેલાવવાનો પ્રયાસ છે. અમિત શાહે કહ્યું કે, 15 દિવસના જ રિમાન્ડ રહેશે પરંતુ 15 દિવસની અપર લિમિટ હશે. ગૃહમંત્રીએ કહ્યું કે કોઇ આરોપી 15 દિવસ હોસ્પિટલમાં દાખલ થઇ જાય તો પૂછપરછ થાય એટલા માટે 15 દિવસની અપર લિમિટ રાખી છે.
અમિત શાહે શું કહ્યું?
- અમિત શાહે કહ્યું- હવે કાગળની જરૂર નહીં પડે.
- રેપ મામલે મોતની સજા
- અમે ચાર્જશીટને પણ ડિજિટલ કરી
- IAS-IPSના સૂચન લઇને કાયદો બનાવવામાં આવ્યો.
વિપક્ષ સૂચન આપશે તો સાંભળીશું
પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે કહ્યું, વિપક્ષ આ ત્રણ કાયદા પર હંગામો કરી રહ્યું છે પરંતુ તેમાં એવું કઇ નથી જેના પર બુમો પાડવામાં આવે. અમિત શાહે કહ્યુ કે, આ કાયદા પર સંસદમાં ચર્ચા થઇ હતી. અમિત શાહે કહ્યું કે કોઇએ મળવાનો સમય નથી માંગ્યો અને તેમાં કોઇ બદલાવની વાત પણ નથી કહી. જો કોઇ વિપક્ષી નેતાને કોઇ કમી લાગે છે તો તે સૂચન આપે.
હવે શ્રી 420 નહીં, 318 કહો
નવા બીએનએસ કાયદા હેઠલ હવે ચોરીના ગુના સાથે જોડાયેલી IPCની કલમ 420ને 318 બનાવવામાં આવી છે.







