અમિત શાહે મળવા બોલાવ્યા છે, કોલકાતા રેપ કેસ પીડિતાના પિતાએ આપી માહિતી
પીડિતાના માતા-પિતાએ અગાઉ 22 ઓક્ટોબરે અમિત શાહને પત્ર લખ્યો હતો, જેમાં તેમને માર્ગદર્શન અન

-
પીડિતાના માતા-પિતાએ અગાઉ 22 ઓક્ટોબરે અમિત શાહને પત્ર લખ્યો હતો, જેમાં તેમને માર્ગદર્શન અને ન્યાય મેળવવામાં મદદ કરવા વિનંતી કરી હતી.
આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બનેલી રેપ કેસની ઘટનાની પીડિતાના પિતાએ બુધવારે કહ્યું કે તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાત કરી છે, તેમણે અમને મળવા બોલાવ્યા છે. જો કે, પીડિતાના પિતાએ શાહ સાથેની તેમની વાતચીત અને મુલાકાત ક્યારે અને ક્યાં થશે તે અંગે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો :અમિત શાહને લઈ ખાલિસ્તાની આતંકી પન્નુની મોટી જાહેરાત, દિલ્હી વિસ્ફોટની પણ લીધી જવાબદારી
પીડિતાના પિતાએ પત્રકારોને કહ્યું, 'મેં અમિત શાહ સાથે વાત કરી છે. તેમણે મને મળવા બોલાવ્યો છે. હું આ વિષયમાં વધુ વાત કરી શકતો નથી પરંતુ એક મીટિંગ થશે.' પીડિતાના માતા-પિતાએ અગાઉ 22 ઓક્ટોબરે અમિત શાહને પત્ર લખ્યો હતો, જેમાં તેમને માર્ગદર્શન અને ન્યાય મેળવવામાં મદદ કરવા વિનંતી કરી હતી.
રાજ્ય ભાજપના નેતાઓએ કહ્યું હતું કે તેઓ 27 ઓક્ટોબરે કોલકાતાની મુલાકાત દરમિયાન ગૃહમંત્રી સાથે પીડિતાના માતા-પિતાની મુલાકાત ગોઠવવાનો પ્રયાસ કરશે. જોકે, આવું થઈ શક્યું નહીં. પીડિતાના માતા-પિતાએ કહ્યું હતું કે તેઓ શાહને તેમની મુલાકાત દરમિયાન મળી ન શકવાથી નારાજ નથી અને આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં તેમને કેન્દ્રીય ગૃહ પ્રધાનને મળવાની તક મળી શકે છે.
9 ઓગસ્ટના રોજ આરજી કર હોસ્પિટલના સેમિનાર હોલમાંથી ફરજ પરના તાલીમાર્થી ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. હોસ્પિટલમાંથી તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર ગુજારવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.







