Video: દિલ્હીમાં ઠંડી વચ્ચે હવા ‘ખરાબ’ શ્રેણીમાં, ITO વિસ્તારમાંથી તાજા દ્રશ્યો સામે આવ્યા

સોર્સ: gstv

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઠંડીનો જોર વધવાની સાથે પ્રદૂષણની સમસ્યા યથાવત રહી છે. સવારના સમયે ઠંડી હવા અને ધુમ્મસની ચાદર વચ્ચે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ITO સહિતના મુખ્ય વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં નોંધાઈ છે, જ્યાં PM2.5 કણોનું પ્રમાણ ચિંતાજનક સ્તરે છે. શહેરના કેટલાક વિસ્તારોમાં AQI વધુ ખરાબ નોંધાતા શ્વાસ સંબંધી દર્દીઓ, વૃદ્ધો અને બાળકો માટે સાવચેતી જરૂરી બની છે. તંત્ર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ માટેના પગલાં અને માર્ગદર્શિકા પર નજર રાખવામાં આવી રહી છે, જ્યારે નાગરિકો માસ્ક પહેરીને બહાર નીકળવા મજબૂર બન્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત