Video: નાશિકના રામકુંડ નજીક રામકાલ પથની કામગીરી દરમિયાન ખોદકામમાંથી પ્રાચીન મંદિર અને શિવલિંગ મળી આવ્યા

સોર્સ: gstv

મહારાષ્ટ્રના નાશિકમાં પવિત્ર રામકુંડ વિસ્તાર નજીક ચાલી રહેલા રામકાલ પથ પ્રોજેક્ટના ખોદકામ દરમિયાન એક પ્રાચીન મંદિરનું માળખું અને શિવલિંગ મળી આવ્યા છે. વિકાસની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જમીનમાંથી આ પૌરાણિક અવશેષો મળી આવતા સ્થળ પર કામગીરી અટકાવી દેવામાં આવી હતી અને સ્થાનિક લોકો તેમજ શ્રદ્ધાળુઓમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાતા રામકુંડ પરિસરમાં પ્રાચીન શિવલિંગ અને મંદિરના અવશેષો મળવાના દ્રશ્યો સામે આવતા દર્શન માટે લોકો ઉમટી પડ્યા હતા. હાલ આ પ્રાચીન સ્થાપત્યના સંરક્ષણ અને વધુ તપાસ માટે સંબંધિત વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત