એર ઇન્ડિયાના બેંગલુરૂથી કોચ્ચી જતા વિમાનના એન્જિનમાં લાગી આગ; ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી
બેંગલુરૂ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે રવિવારે કહ્યું કે બેંગલુરૂથી કોચ્ચી જતી એર ઇ

બેંગલુરૂ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે રવિવારે કહ્યું કે બેંગલુરૂથી કોચ્ચી જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટના એક એન્જિનમાં આગ લાગતા બેંગલુરૂમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઇટમાં 185 મુસાફર સવાર હતા.
એર ઇન્ડિયા એક્સપ્રેસે એક નિવેદનમાં કહ્યું કે તમામ મુસાફર અને ચાલક દળને બહાર કાઢવામાં આવ્યા છે અને આ ઘટનામાં કોઇ ઘાયલ થયુ નથી.
સુત્રો અનુસાર, ઉડાન ભરવાની કેટલીક મિનિટ બાદ જ આગની ખબર પડી હતી. ચાલક દળના સભ્યોએ એર ટ્રાફિક કંટ્રોલર્સને એલર્ટ કરવામાં આવ્યા હતા અને ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
બેંગલુરૂના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગના તુરંત બાદ આગને ઓલવવામાં આવી હતી. એરપોર્ટ મેનેજમેન્ટ કરનારા એક પ્રવક્તાએ કહ્યું, "18 મે, 2024માં બેંગલુરૂથી કોચ્ચી જતી IX1132ના એક એન્જિનમાં આગ લાગવાની જાણ થતા 23:12 વાગ્યે બીએલઆર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને લેન્ડિંગ પર આગને ઓલવવામાં આવી હતી."
બેંગલુરૂ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના પ્રવક્તાએ કહ્યું કે તમામ 179 મુસાફર અને ચાલક દળના છ સભ્યોને વિમાનમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા છે.
એર ઇન્ડિયા એક્સપ્રેસના એક પ્રવક્તાએ કહ્યું કે ઉડાન ભર્યા બાદ એન્જિનમાં આગને કારણે બેંગલુરૂ-કોચ્ચી ફ્લાઇટને પરત મોકલવામાં આવી હતી અને બેંગલુરૂમાં સાવચેતીપૂર્વક લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.







