મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

એર ઈન્ડિયા અને ઈન્ડિગો વિમાનની પાંખો વચ્ચે ટક્કર, મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક મોટી દુર્ઘટન

એર ઈન્ડિયા અને ઈન્ડિગો વિમાનની પાંખો વચ્ચે ટક્કર, મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી છે, જ્યારે એર ઈન્ડિયા અને ઈન્ડિગો એરલાઈન્સના બે વિમાનોની પાંખો એકબીજા સાથે અથડાઈ હતી. આ ઘટના ગ્રાઉન્ડ મુવમેન્ટ દરમિયાન ઘટી હતી. એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ માટે પુશબેક પ્રક્રિયામાં હતું, જ્યારે ઇન્ડિગોનું વિમાન લેન્ડિંગ પછી ટેક્સી કરી રહ્યું હતું. ત્યારે બંને વિમાનની પાંખો એકબીજા સાથે ટકરાઇ હતી. રાહતની વાત એ છે કે દુર્ઘટનામાં તમામ મુસાફરો હેમખેમ છે.

આ સમાચાર શેર કરો