VIDEO: સામ પિત્રોડાના નિવેદન બાદ ભાજપનો કોંગ્રેસ પર વાર, કંગના રનૌતથી લઈને કેન્દ્રીય મંત્રીઓએ આપ્યા આ નિવેદન
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાના ભારતીયોના દેખાવ બાબતે કરેલા નિવેદન પર ભાજપે પ્રહા

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાના ભારતીયોના દેખાવ બાબતે કરેલા નિવેદન પર ભાજપે પ્રહારો કર્યા છે. તેલંગાણાના વારંગલમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, આજે હું ખૂબ ગુસ્સામાં છું. શહેજાદા (રાજકુમાર)ના એક કાકાએ આજે એવી ગાળો આપી જેનાથી મને ગુસ્સો આવ્યો છે. ત્વચાના રંગના આધારે મારા દેશવાસીઓનું અપમાન દેશ સહન કરશે નહીં અને મોદી ચોક્કસપણે સહન નહીં જ કરે.
અભિનેત્રી અને ભાજપની ટિકિટ પર હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટની ઉમેદવાર કંગના રનૌતે પણ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર વાર કરવામાં પાછી પાની કરી નથી. કંગનાએ કહ્યું કે સામ પિત્રોડા રાહુલ ગાંધીના મેન્ટર છે. ભારતીયો વિશેના તેમના જાતિવાદી અને વિભાજનકારી નિવેદનો સાંભળો. તેમની સમગ્ર વિચારધારા જ 'ભાગલા પાડો અને રાજ કરો'ની છે. ભારતીયોને ચાઈનીઝ અને આફ્રિકન કહેવું ખૂબ જ ખરાબ છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સામ પિત્રોડાના નિવેદન પર ખૂબ જ આકરી પ્રતિક્રિયા આપી છે કે ઉત્તર-પૂર્વ ભારતના લોકો ચીનના લોકો જેવા છે અને દક્ષિણ ભારતીયો આફ્રિકન જેવા છે. તેમણે કહ્યું છે કે સામ ભાઈ, હું નોર્થ-ઈસ્ટનો છું અને ભારતીય દેખાવું છું. અમે વિવિધતામાં માનીએ છીએ. આપણે ભલે જુદા દેખાઈએ પણ આપણે બધા એક છીએ. આપણા દેશ વિશે થોડું સમજો!
https://twitter.com/himantabiswa/status/1788083178718253323
ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે સામ પિત્રોડા ભારતને સમજી શકતા નથી. તેઓ રાહુલ ગાંધીના સલાહકાર છે. હવે મને સમજાયું કે રાહુલ ગાંધી આટલું બકવાસ કેમ બોલે છે? આ લોકોને દેશની કોઈ સમજ નથી.
https://twitter.com/ANI/status/1788097648924233874
ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, આ પપ્પુના પ્રોક્સી પ્રોફેસર છે. આમના જ જ્ઞાનથી કોંગ્રેસ દેશની પાર્ટીમાંથી મહોલ્લા પાર્ટી બનીને રહી ગઈ છે. પરદેશમાં બેસીને આપણા દેશ વિશે અપશબ્દો બોલતા રહે છે. ગુરુ નંબરી અને ચેલા 10 નંબરી છે.
કેન્દ્રીય રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે પિત્રોડાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ લોકો હતાશ છે, કંઈપણ બોલતા રહે છે. આ ખૂબજ શરમજનક છે. તેમની પાસે દેશ તોડવા સિવાય બીજું કંઈ કહેવાનું નથી. આ લોકો પાસે કોઈ નેતા કે કોઈ નિયત જ નથી.
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ પિત્રોડાના નિવેદન પર કહ્યું કે, આખરે રાહુલ ગાંધીના માર્ગદર્શક તેમને ભારતના ભાગલા શીખવી રહ્યા છે.







