મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપના જ જૂના ટ્વીટ થયા વાયરલ, જુઓ શું છે મામલો

Lok Sabha Election 2024 : ક્ષત્રિયો પર વિવાદિત નિવેદનને લઈને રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશ

રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપના જ જૂના ટ્વીટ થયા વાયરલ, જુઓ શું છે મામલો

Lok Sabha Election 2024 : ક્ષત્રિયો પર વિવાદિત નિવેદનને લઈને રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, એવામાં હવે રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. કર્ણાટકમાં રાહુલ ગાંધીએ એક જંગી જાહેર સભાને સંબોધતા રાજા મહારાજા પર નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, “રાજાઓ મહારાજાઓનું રાજ હતું જે પણ તેઓ ઈચ્છતા કરતા, કોઈની જમીન જોતી હોય તો ઉઠાવીને લઈ જતા હતા.”

https://publish.twitter.com/?url=https://twitter.com/GSTV_NEWS/status/1784274779169575006

જો કે આ વિવાદ બાદ હવે ભાજપના જ જુના ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેમાં ભાજપ દ્વારા 16 નવેમ્બર 2018માં એક ટ્વીટમાં દેશના ગૃહમંત્રી અમિત શાહના ભાષણનો ઉલ્લેખ કરી લખાયું હતું કે, “કોંગ્રેસ પાર્ટી મધ્યપ્રદેશમાં રાજાઓ, મહારાજાઓ અને ઉદ્યોગપતિઓના સમર્થનથી ચૂંટણી લડી રહી છેઃ શ્રી અમિત શાહ #KamalSangVikas”

https://publish.twitter.com/?url=https://twitter.com/BJP4India/status/1063359694234779648

દિલ્હી ભાજપ દ્વારા માર્ચ 31, 2019માં બીજું એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન મોદીના ફોટા સાથે તેમના ભાષણના અંશ સાથે લખવામાં આવ્યું હતું કે, “દેશની જનતાને રાજાઓ અને બાદશાહોની જરૂર નથી. દેશની જનતાને શાસકોની જરૂર નથી. દેશના લોકો ચોકીદારને પસંદ કરે છેઃ પીએમ @narendramodi #મૈંભીચોકીદાર”

https://publish.twitter.com/?url=https://twitter.com/BJP4Delhi/status/1112587897725607936

https://publish.twitter.com/?url=https://twitter.com/BJP4India/status/1112321590493134849

આ સમાચાર શેર કરો