મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

UP : યમુના એક્સપ્રેસ વે પર પૂરઝડપે કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ, 5નાં  મોત

ઉત્તરપ્રદેશના આગ્રામાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. યમુના એક્સપ્રેસ વે પર એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ડ્રાઈવરે કા

UP : યમુના એક્સપ્રેસ વે પર પૂરઝડપે કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ, 5નાં  મોત

ઉત્તરપ્રદેશના આગ્રામાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. યમુના એક્સપ્રેસ વે પર એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.  આ અકસ્માતમાં પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. 

યમુના એક્સપ્રેસ વે પર શનિવારે મોડી રાત્રે કારે પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. પરિણામે કારમાં સવાર આઠ લોકોમાંથી પાંચના મોત થયા હતા. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બીજી તરફ આ બનાવની જાણ થતા થતા પોલીસની ટીમ પણ  ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે કારમાંથી મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. ડિવાઈડર સાથે અથડાતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. 

લગ્નમાં હાજરી આપવા માટે દિલ્હીથી દેવરિયા જઈ રહ્યા હતા

મળતી માહિતી મુજબ કારમાં સવાર તમામ લોકો લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હીથી દેવરિયા જઈ રહ્યા હતા. કારમાં સવાર બિહારના રહેવાસી 28 વર્ષીય સુદેશ કુમાર, 30 વર્ષીય સંજીવ શર્મા, 25 વર્ષીય ગૌતમ કુમાર અને નોઈડાના રહેવાસી 32 વર્ષીય ચંદન કુમારનું મોત નિપજ્યું છે. જ્યારે  પ્રવીણનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ સિવાય નોઈડાના રાહુલ યાદવ, ગાઝિયાબાદના અજય કુમાર, નોઈડાના કુલદીપ યાદવ ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો