યુપી: હાથરસમાં મેક્સ અને બસ વચ્ચે ભીષણ અકસ્માત, 4 બાળક સહિત 15ના મોત
ઉત્તરપ્રદેશમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત આગરા અલીગઢ બાયપાસ રોડ પર મતાઈ ગામ પાસે મેક્સ અને બસ વ

ઉત્તરપ્રદેશમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત આગરા અલીગઢ બાયપાસ રોડ પર મતાઈ ગામ પાસે મેક્સ અને બસ વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 4 બાળકો સહિત 15 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 12 કરતા વધુ લોકો ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે યુપીના આગરા અલીગઢ બાયપાસ રોડ પર મતાઈ ગામ પાસે શુક્રવારે મેક્સ લોડર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 15 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક ડઝન જેટલા લોકો ઘાયલ થયા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે મેક્સ વાહન 20થી વધુ મુસાફરોને લઈને આગરાથી અલીગઢ જઈ રહ્યું હતું. આગરા અલીગઢ બાયપાસ રોડ પર મતાઈ ગામ પાસે પાછળથી આવતી એક બસે જોરથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તેમા બેઠેલા મુસાફરો ઘણા દૂર સુધી પટકાયા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. સીએમ યોગીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું - "હાથરસમાં માર્ગ અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુઃખદ છે. મારી સંવેદના મૃતકોના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. જિલ્લા વહીવટી અધિકારીઓને યોગ્ય સારવાર આપવા માટે સૂચના આપવામાં આવી છે."







